કોરોના વડોદરા LIVE:કોરોનાની ત્રીજી લહેર પૂર્ણ થવાના આરે, નવા 13 કેસ, આજે એક પણ મૃત્યુ નહીં, 38 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 145 થઇ ગઇ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 13 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,33,767 ઉપર પહોંચી ગઇ છે. વધુ 38 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 1,32,866 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે એક પણ દર્દીનું મોત થયું નથી. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 756 ઉપર પહોંચ્યો છે.

એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 145 થઇ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 145 થઇ ગઇ હતી. હાલમાં વેન્ટિલેટર પર 4 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને 14 દર્દી ઓક્સિજન પર છે. હાલ હોસ્પિટલોમાં 64 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 52 લોકો ક્વોરન્ટીન રહ્યાં છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં આજે ગોત્રી, રામદેવનગર, નવીધરતી, માણેજા, સુભાનપુરા અને નવાયાર્ડ વિસ્તારમાં નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો આજે પૂર્વ ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 2 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 6 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...