• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Last 36 Hours 2 More Cases Of Mucormycosis And One Case Of Corona Were Reported, With 55.15% Of People In The City Taking Both Doses Of The Vaccine.

કોરોના વડોદરા LIVE:છેલ્લા 36 કલાકમાં મ્યુકોરમાઇકોસિસના વધુ 2 કેસ અને કોરોનાનો એક કેસ નોંધાયો, શહેરમાં 55.15% લોકોએ રસીના બંને ડોઝ લીધા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીની સંખ્યા હાલ 19 છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,076 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,435 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

છેલ્લા 36 કલાકમાં માત્ર એક કેસ નોંધાયો
વડોદરા શહેરમાં સોમવારે કોરોનાનો એક જ નવો દર્દી મળી આવ્યો હતો. જોકે આ માટે 2,341 સેમ્પલોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ નવો કેસ ફતેપુરા વિસ્તારમાં નોંધાયો હતો. વડોદરા શહેરમાં 34 લોકો હાલમાં ક્વોરન્ટીન છે. જ્યારે એક્ટિવ દર્દીની સંખ્યા 19 છે, જે પૈકી એકની ઓક્સિજન પર સારવાર ચાલી રહી છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના વધુ 2 દર્દી નોંધાયા હતા.

બંને ડોઝ લેનારનો આંક 55.15% પહોંચ્યો
વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં ફરી એક વખત કેન્દ્ર સરકાર દ્વારા રસીનો જથ્થો પૂરો પાડવામાં આવતા સોમવારે રસીકરણનો આક વધ્યો હતો. સોમવારે કુલ 10,066 લોકોએ રસી મુકાવી હતી જે પૈકી બીજો ડોઝ લેનારની સંખ્યા 7297 નોંધાઇ હતી છેલ્લા ઘણા સમયથી બીજો ડોઝ લેનારની અને તેમાં પણ 18થી 44 લોકોમાં બીજો ડોઝ લેવા ની સંખ્યા વધી રહી છે. સોમવારે આવી જૂથમાં 5092 લોકોએ રસી લીધી હતી. બીજો ડોઝ લેનારની ટકાવારી 55.15 નોંધાઈ હતી, જેના કારણે આગામી નવરાત્રમાં ખેલૈયાઓને અને યુવાધનને કોરોનાના સંક્રમણથી બચાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા પણ 90 ટકા સુધી પહોંચી નથી.

કુલ રસીકરણ 22,08,132 સોમવારનું રસીકરણ 10,066 પ્રથમ ડોઝ 13,50,360 85.90% બીજો ડોઝ 8,67,086 55.15%

ડેન્ગ્યુના વધુ 34 અને ચિકનગુનિયાના 7 દર્દી મળ્યા
વડોદરા શહેરમાં વકરતા રોગચાળા વચ્ચે દિવાળીપુરા અને દંતેશ્વર વિસ્તારમાં મલેરિયાના 2 દર્દીઓ નોંધાતાં કુલ આંક 4000ની નજીક પહોંચ્યો છે. સોમવારે શહેરમાં ડેન્ગ્યુના 34 અને ચિકનગુનિયાના વધુ 7 કેસ નોંધાયા છે. સોમવારે એક જ દિવસમાં તાવના 658 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. પાલિકાની ટીમોએ કરેલા સર્વેમાં ઝાડા-ઊલટીના 96 કેસ નોંધાયા છે.પાલિકાએ મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવા માટે 29 કન્સ્ટ્રક્શન સાઈટ અને 18 હોસ્ટેલમાં ચેકિંગ કર્યું હતું, જે પૈકી 5 કન્સ્ટ્રક્શન સાઈટ અને 2 હોસ્ટેલને નોટિસ આપી સંતોષ માન્યો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,075 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,996, ઉત્તર ઝોનમાં 11,794, દક્ષિણ ઝોનમાં 11,802, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સોમવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
ફતેપુરા.

અન્ય સમાચારો પણ છે...