• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Last 36 Arts, 13 New Cases Were Reported, 6 Cases Were Reported In Rural Areas, The Number Of Active Patients Increased To 46

કોરોના વડોદરા LIVE:છેલ્લા 36 કલામાં નવા 13 કેસ, ગ્રામ્ય વિસ્તારોમાં 6 કેસ નોંધાયા, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 46 થઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં હાલમાં 52 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં​ નવા 13 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,221 પર પહોંચી ગઇ છે. વધુ 2 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,418 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 46 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 8 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં અકોટા, છાણી, સુભાનપુરા, જેતલપુર, કપુરાઇ, કરોડિયા, બાજવા અને સેવાસીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં 36 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં 4 ઉત્તર ઝોનમાં 2, દક્ષિણ ઝોનમાં 1 અને ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...