કોરોના વડોદરા LIVE:શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 10 કેસ, એક્ટિવ કેસનો આંક વધીને 104 થયો, 4 દર્દીની હાલત ગંભીર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,516 પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,789 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

એક્ટિવ કેસોનો આંક 100ને પાર
વડોદરા શહેરમાં છેલ્લા 12 દિવસથી કોરોનાના કેસો વધ્યા છે. સાથે જ એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે શહેરમાં કુલ એક્ટિવ કેસોનો આંક 102 પર પહોંચ્યો હતો. શહેરના ગોત્રી, નવીધરતી, તાંદલજા, અકોટા, કપુરાઇ અને વડસરમાં કોરોનાના નવા પોઝિટિવ કેસો આવ્યાં હતા. રવિવારે 5,290 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એક્ટિવ દર્દીઓ પૈકી 4ને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે.

મ્યુકોરમાઇકોસિસના 5 દર્દી સારવાર લઇ રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ 12 હજારથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં છે. જ્યારે દક્ષિણ ઝોનમાં આજ દિન સુધી કુલ 11,887 અને ઉત્તર ઝોનમાં 11,880 કેસ આવ્યા છે. શહેરની એસએસજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 5 દર્દી સારવાર લઇ રહ્યાં છે. ગુરુવારે હોસ્પિટલમાં 5 સર્જરીઓ કરવામાં આવી હતી.

કુલ રસીકરણ 28,63,356 ગુરુવારનું રસીકરણ 1963 પ્રથમ ડોઝ 15,36,515 101.76% બીજો ડોઝ 13,26,841 87.88%

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,805 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,438 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9715 પશ્ચિમ ઝોનમાં 12,154, ઉત્તર ઝોનમાં 11,880, દક્ષિણ ઝોનમાં 11,887, વડોદરા ગ્રામ્યમાં 26,805 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...