વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 8 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,097 પર પહોંચી ગઇ છે. વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,309 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.
એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 31 થઇ ગઇ છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 32 લોકો ક્વોરન્ટીન છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ગોત્રી, એકતાનગર અને સેવાસી વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 0, પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 5 અને દક્ષિણ ઝોનમાં 0 કેસ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.