કોરોના વડોદરા LIVE:કોરોનાના કેસમાં ઉછાળો, નવા 25 કેસ નોંધાયા, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 76 થઈ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ વધતા ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કરાયો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણ વધતા ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કરાયો છે.(ફાઈલ તસવીર)
  • પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 17 કેસ નોંધાયા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં નવા 25 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,299 પર પહોંચી ગઇ છે. વધુ 7 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,466 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 76 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં100 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ગોત્રી, અટલાદરા, નવીધરતી, ભાયલી, સુભાનપુરા, પાણીગેટ, જતેલપુર, નવાયાર્ડ વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ગત 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 5, પશ્ચિમ ઝોનમાં 17, ઉત્તર ઝોનમાં 3 કેસ નોંધાયા હતા.