તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • In The First Trial, The Train Ran At 130 Speed On Dabhoi Chanod Broad Gauge, The First Step In The Railway Route For Kevadia Statue Of Unity, The Trial With A Coach On 18.66 Km Broad Gauge Track Was Successful.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગલાચરણ:પ્રથમ ટ્રાયલમાં ડભોઇ-ચાણોદ બ્રોડગેજ પર ટ્રેન 130ની સ્પીડે દોડી, કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેના રેલવે રૂટમાં પહેલું પગલુ, 18.66 કિ.મીના બ્રોડગેજ ટ્રેક પર અેક કોચ સાથે લેવાયેલો ટ્રાયલ સફળ રહ્યો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે લાઈનને જોડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હૃદયગમ્ય પ્રોજેક્ટ ના આજે પ્રથમ ચરણનો સફળતાપૂર્વક ટ્રાયલ થતા રેલવે કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. ડભોઇ થી ચાણોદ સુધીના 18.66 કિ.મી બ્રોડગેજ ટ્રેક પર ગુરુવારે 130 કિલોમીટરની સ્પીડ પર ટ્રેન ચલાવવામાં સફળતા મળી હતી. ટ્રાયલ રનની સફળતા બાદ હવે કમિશનર ઓફ રેલવે સેફટી દ્વારા ઇન્સ્પેક્શન કરાશે. પછી આ રૂટ પર મુસાફરો માટે ટ્રેન ચલાવવા મંજૂરી આપવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂટ પર ડભોઇથી ચાણોદ સુધીની બ્રોડગેજ લાઇન તૈયાર થતાં 13ની સ્પીડે ટ્રાયલ લેવાયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂટ પર ડભોઇથી ચાણોદ સુધીની બ્રોડગેજ લાઇન તૈયાર થતાં 13ની સ્પીડે ટ્રાયલ લેવાયો હતો.

વડોદરા ડિવિઝન દ્વારા ગુરુવારે સવારે 12:40 વાગે ડભોઇ થી ડીઝલ એન્જિનની પૂજા કર્યા બાદ એક કોચ સાથે ટ્રાયલ શરૂ થયો હતો. પ્રથમ ટ્રાયલ માં 60 કિ.મી સ્પીડ પર ટ્રેન ચાણોદ સુધી લઇ જવામાં આવી હતી. ત્યારબાદ પરત 80 કિલોમીટરની સ્પીડ પર ડભોઇ આવ્યા હતા. ફરી એક વખત 100ની સ્પીડ પર ચાણોદ અને રિટર્ન માં 130 કિમી સ્પીડ ઉપર ડભોઈ આવી ટ્રાયલ ની સફળતા ઉજવવામાં આવી હતી. ટ્રાયલ સમય વડોદરા ડિવિઝનના સિનિયર ડીસીએમ ડો. જીનીયા ગુપ્તા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આગામી બીજો ટ્રાયલ રન શનિવારે યોજાશે.

સુપરસોનિક મશીને ટ્રેનના જર્ક નોંધ્યા
ટ્રાયલમાં ડીઝલ એન્જિન સાથે એક કોચ જોડવામાં આવ્યો હતો. આ કોચમાં લગાવેલા સુપરસોનિક મશીને ટ્રેક પર ટ્રેન પસાર થતી વખતે કેટલા જર્ક આવે છે તે અંગેની નોંધ કરી હતી.

નવા બ્રિજની સ્ટ્રેન્થ મપાઇ જાય છે
ગુરુવારે 130 ની સ્પીડ ચલાવવામાં સફળતા મળી હતી. સીઆરએસ અગાઉ ની રેલવેની આ ફોર્માલિટી માં ટેકનીકલ ખામીઓ સુધારી શકાય છે તેમજ નવા બનાવેલા બ્રિજની સ્ટ્રેન્થ પણ મપાઈ જાય છે. - ડો. જીનિયા ગુપ્તા, સિનિયર ડીસીએમ વડોદરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો