10 વર્ષે બાવો બોલ્યો:પ્રથમ ફેઝમાં 54.97 કરોડના ખર્ચે માત્ર 6.46 કિમીનો રિંગ રોડ બનશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર ફરતે 75 મીટરના 66 કિમીના રિંગ રોડની તૈયારી શરૂ
  • વુડા દ્વારા રૂા. 90 લાખના ખર્ચે 60.43 કિમીનો ફિઝિબિલિટી સર્વે કરાવાશે

શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં વુડાએ 66.83 કિલોમીટર લાંબો 75 મીટર પહોળો રીંગરોડ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં વડોદરા-જંબુસર અને વડોદરાથી સિંધરોટ થઈ ઉમેટા તરફના રાજ્ય ધોરીમાર્ગને જોડતો 6.45 કિલોમીટરનો રીંગ રોડ બનાવશે. આ લીંક રોડના કારણે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછુ થશે.

2012માં 66.2 કિલોમીટરનો 75 મીટર પહોળાઈ રિંગ રોડ બનાવવાનું નક્કી કરાયું હતું.જેમાંથી 56 કિલોમીટર જેટલો રોડ વુડાના વિસ્તારમાં છે. બાકીનો 10.80 કિલોમીટરનો રોડ પાલિકાની હદમાં છે. ત્યારે અલગ-અલગ 4 ફેસમાં આ રીંગ રોડ બનાવાશે. જેમાં પ્રથમ ફેઝમાં 6.45 કિલોમીટરનો રોડ બનાવશે. આ રોડના ડીપીઆર તૈયાર કરવાની કામગીરી માટે પીએમસી કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.

પ્રથમ ફેઝમાં ટીપી 5માં 1.97 કિમી રોડ, ટીપી 24એ માં 2.41 કિમી રોડ અને ટીપી 24બીમાં 2.08 કિમી રોડ બનાવવામાં આવશે. જેમાં ટીપી 5માં 1.88 કિમી રોડ બનાવવામાં આવ્યો છે જ્યારે 0.09 કિમી રોડ બાકી છે. હવે એ 75 મીટર પહોળો કરાશે. પ્રથમ ફેઝમાં આ તમામ કામગીરી પાછળ રૂ. 54.96 લાખ ખર્ચ થવાનો અંદાજ છે.તેમજ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે રૂા. 90 લાખનો ખર્ચ કરવામાં આવશે.

રિંગ રોડના પ્રોજેકટની ઉપયોગીતા
આ પ્રોજેકટથી દિલ્હી એક્સપ્રેસ હાઈવે અને એન.એચ 48(અમદાવાદ-મુંબઇ)ના ટ્રાફિકને વડોદરા શહેરમાં પ્રવેશ ન કરાવીને બહારના રિંગ રોડથી પસાર કરાવવાની યોજના છે. જેના કારણે વડોદરા શહેરમાં આવતો વધારાનો ટ્રાફિક બાયપાસ થશે. - રિંગ રોડ વડોદરા-પાદરા-જંબુસર રાજ્ય ધોરીમાર્ગ તથા વડોદરા-સેવાસી-સિંધરોટ રાજ્ય ધોરીમાર્ગને જોડવાનું કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...