નારાજગી:લો ફેકલ્ટીમાં પરીક્ષા 200 ગુણની પરિણામ 100 ગુણ પ્રમાણે આપ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોને જણાવ્યા વિના એક્ઝામ પેટર્ન બદલી
  • પરીક્ષામાં 2 માર્કનો 1 એવા 100 પ્રશ્ન પૂછાયા હતા

એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં 200 માર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે પરિણામ 100 માર્ક પ્રમાણે જાહેર કરવામાં આવ્યું હતું. પરીક્ષા પેટર્ન બદલી નાખવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી ના હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા હતા.

મ.સ. યુનિવર્સિટીની લો ફેકલ્ટીની એન્ટરન્સ ટેસ્ટ 29 જૂને લેવાઇ હતી. જેનું પરિણામ 9 જુલાઇએ જાહેર કરવામાં આવ્યું હતું. પરીક્ષા 200 માર્કની હતી જેમાં 100 એમસીક્યુ હતા. દરેક એમસીક્યુના 2 માર્ક હતા. જોકે પરીક્ષાનું પરિણામ 100 માર્ક પ્રમાણે જાહેર કરવામાં આવ્યું હતું.

લો ફેકલ્ટીના વિદ્યાર્થી નેતા શિવમ ઠક્કરે જણાવ્યું હતું કે, બીએ એલએલએલબી,એલએલબી અને એલએલએમના એન્ટ્રન્સ ટેસ્ટ માટે પ્રોસ્પેક્ટસમાં કહેવામાં આવ્યું હતું કે, બે કલાકની પરીક્ષા લેવાશે, જે 200 માર્કની હશે. 100 જેટલા ઓબ્જેક્ટીવ પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નના 2 માર્કના ગણાશે.

​​​​​​​જેમાં નેગેટીવ માર્કિંગ ગણાશે નહિ. આ ઉપરાંત જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે પણ તેમાં 100 એમસીકયુ પૂછાયા હતા, જે 200 માર્કના હતા. જોકે 9 જુલાઇએ પરિણામ જાહેર કર્યું તે 100 માર્ક પ્રમાણે જાહેર કરવામાં આવ્યું હતું. જો એકઝામ પેર્ટન બદલવામાં આવી હતી તો વિદ્યાર્થીઓને જાણ કરાઈ નથી. જેથી વિદ્યાર્થીઓ પરિણામ આવ્યું ત્યારે ગૂંચવાયા છે. સોમવારે આ મુદે ફેકલ્ટી સત્તાધીશોને રજૂઆત કરીને તેમની પાસે સ્પષ્ટતા મગાશે, જેથી વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય.

અન્ય સમાચારો પણ છે...