રાહત:સાંજે 49 કિમીની ઝડપે પવનો ફૂંકાતાં ધૂળની ડમરીએ પજવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શનિવારે પવનો ફૂ઼ંકાતાં રાહદારીઓ અટવાયા હતા. નવલખી તરફના રોડ પર ધૂળની ચાદર છવાઇ હતી. - Divya Bhaskar
શનિવારે પવનો ફૂ઼ંકાતાં રાહદારીઓ અટવાયા હતા. નવલખી તરફના રોડ પર ધૂળની ચાદર છવાઇ હતી.
  • ગરમીનો પારો 41.6 ડિગ્રી પરથી સરકી 39.6 ડિગ્રી થયો
  • આજે પણ ઝડપી પવનો ફૂંકાવાની આગાહી

શહેરમાં શુક્રવારની રાત થી જ પશ્ચિમની દિશાથી 40 થી 50 કિ.મીની ઝડપે પવનો ફુંકાઈ રહ્યાં છે. પવન ફુંકાવાનો સિલસિલો શનિવારના રોજ પણ યથાવત રહ્યો હતો. સાંજે 6:30 વાગે 49 કિ.મીની ઝડપે પવનો ફુંકાયા હતાં.જેને પગલે ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ અને વાહનચાલકો અટવાયા હતા. કેટલાય સ્થળો પર લાગેલા હોર્ડિંગ્સ નમી પડ્યાં હતા.

પવનોના પગલે ગરમીનો પારો 2 ડિગ્રી ઘટીને 39.6 ડીગ્રી થયો હતો. જ્યારે આગામી બે દિવસ સુધી શહેરમાં ઝડપી ગતીના પવનો ફુંકાવાની પણ હવામાન વિભાગની આગાહી છે. જ્યારે રવિવારના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના રહેલી છે.

હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને રાજસ્થાન તરફ વાતાવરણમાં સર્જાયેલું થર્મલ લો વધારે મજબુત બનતા દક્ષિણ-પશ્ચિમના પવનો પણ વધુ મજબુત બન્યાં છે.જેથી ઝડપી પવનો ફુંકાઈ રહ્યાં છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવીટી છે.

અન્ય સમાચારો પણ છે...