પરિણામ જાહેર થયું:વડોદરા વકીલ મંડળના 6 હોદ્દેદારની ચૂંટણીમાં 332 મત નોટાને, 277 રદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇબ્રેરી સેક્રેટરીની પોસ્ટ પર શહેર ભાજપનાં મંત્રી કોમલ કુકરેજા હાર્યાં
  • લાઇબ્રેરી સેક્રેટરી પદે નિમીષા ધોત્રે અને ટ્રેઝરર પદે મયંક પંડ્યા વિજેતા

વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું શુક્રવારે મતદાન યોજાયા બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થયું હતું. જેમાં 6 હોદ્દેદારોના પરિણામ જોતાં 332 મત નોટાના પડ્યા હતા, જ્યારે 277 મત રદ થયા હતા. શુક્રવારે જાહેર થયેલા પરિણામમાં ભાજપના લીગલ સેલના કન્વીનર અને સહ કન્વીનર વિજેતા થયા હતા.

જ્યારે શનિવારે જાહેર થયેલ લાઇબ્રેરી સેક્રેટરીના પદ ઉપર ભાજપનાં શહેર મંત્રી કોમલ કુકરેજા હાર્યાં હતાં, જ્યારે ભાજપના મીડિયા સેલના કન્વીનર હર્ષદ પરમાર પણ હાર્યા હતા. વકીલ મંડળના પ્રમુખ પદે નલીન પટેલ અને ઉપપ્રમુખ પદે વૈકંક જોશી જીત્યા હતા, જ્યારે જનરલ સેક્રેટરી પદે રીતેશ ઠક્કર અને જોઇન્ટ સેક્રેટરી પદે નેહલ સુતરિયાનો વિજય થયો હતો. આ ઉપરાંત ટ્રેઝરર પદે મયંક પંડ્યા અને લાઇબ્રેરી સેક્રેટરી પદે નિમિષા ધોત્રે વિજેતા થયા હતા.

મેનેજિંગ કમિટીની 10 વિજેતા
મેને. કમિટીની બેઠકોના પરિણામ મોડી રાતે આવ્યાં હતાં. જેમાં પહેલા સ્થાને ગાયકવાડ રવિરાજસિંહને 1163 મત, બીજા સ્થાને ઠક્કર રોમીનને 1131, ત્રીજા સ્થાને પટેલ કોમલને 1062, 4થા સ્થાને મેકવાન જેમ્સને 1052, 5મા સ્થાને ઓઝા જયને 1041, છઠ્ઠા સ્થાને જૈનંદાની દીપેશને 1018, 7મા સ્થાને ઠક્કર વિરાજને 1009, 8મા સ્થાને પૃથી અનિલને 941, 9મા સ્થાને રાવ વિવેકુમારને 930, દસમા સ્થાને ચૌહાણ સંગ્રામસિંહને 884 મત મળ્યા હતા.

કોને કેટલા મત?
પ્રમુખ

નલીન પટેલ | 1298 મત
હસમુખ ભટ્ટ | 1021 મત
ઉપ પ્રમુખ
વૈકંક જોશી| 1324 મત
શૈવ બંકીમ કુમાર| 1149
જોઇન્ટ સેક્રેટરી
નેહલ સુતરિયા| 1186 મત
દક્ષય ભટ્ટ | 809 મત
ટ્રેઝરર
મયંક પંડ્યા| 1329
ઘનશ્યામ પટેલ | 1126
લાઇબ્રેરી સેક્રેટરી
નિમિષા ઘોત્રે | 1135 મત
વિરાટસિંહ વાઘેલા | 691
જનરલ સેક્રેટરી
રિતેશ ઠક્કર| 1487
ધર્મેશ પટેલ| 682

મહિલા રિઝર્વની 2 સીટનું પરિણામ જાહેર
શનિવારે સાંજે મેને. કમિટીની મહિલા રિઝર્વની 2 સીટનું પરિણામ જાહેર કરાતાં કોમલ બ્રહ્મભટ્ટ અને ઘૃપ્તી ત્રિવેદી વિજેતા થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...