સેનેટની ચૂંટણી:ડોનર્સ કેટેગરીમાં જિગર-મયંકને બિનહરીફ ન થવા દેવા ધમપછાડા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોનર્સમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
  • ભાજપ સંકલન સમિતિના નામે ફોર્મ ભરાવે તેવી શક્યતા

મ.સ.યુનિ.ની સેનેટની ડોનર્સ કેટેગરી માટે ફોર્મ ભરવાનો બુધવારે છેલ્લો દિવસ છે. જિગર ઇનામદાર-મંયક પટેલ સામે ભાજપ ઉમેદવાર જાહેર કરશે કે સંકલન સમિતિના નામે ચૂંટણી લડાવશે તે નક્કી કરી શકાયું નથી. યુનિ.ની સેનેટની ડોનર્સ કેટેગરીની ચૂંટણી 13 જાન્યુઆરીના રોજ યોજવામાં આવનાર છે. ભાજપ દ્વારા જાહેર કરેલા રજિસ્ટર્ડ કેટેગરી તથા પ્રોફેસર કેટેગરીમાં કારમી હારનો સામનો કરવો પડયો છે. જેના પગલે હવે ભાજપ સંકલન સમિતિના નામ પર ઉમેદવાર જાહેર કરીને ફોર્મ ભરાવશે.

સંકલન સમિતિના ડોનર્સ કેટેગરીના જાહેર કરેલા ઉમેદવારોને ભાજપ દ્વારા ટેકો જાહેર કરવામાં આવશે. જોકે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે કે નહિ તે તો બુધવારે ઉમેદવારી પત્રો ભરાયા પછી જ નક્કી થશે. સેનેટની ચૂંટણીઓનો મહાજંગ જિગર ઇનામદાર વર્સીસ ડો.વિજય શાહ થઇ ગયો હતો.

શહેર ભાજપ પ્રમુખે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યાર પછી પણ જીત મેળવવા માટે પનો ટૂંકો પડયો હતો. જેના કારણે હવે કઇ રણનિતિ અપનાવવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. ડોનર્સ કેટેગરીમાં જિગર ઇનામદાર અને મંયક પટેલના રજિસ્ટ્રેશન વધારે હોવા છતાં પણ સંકલન સમિતિ દ્વારા લડત આપવાના મૂડમાં જણાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...