તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયકલ યાત્રા:સાબરમતીથી દાંડી સુધીની સાઇકલ યાત્રામાં શહેરના 4 યુવાનો સ્વચ્છતાનો મેસેજ આપશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચાર યુવાનો અવિનાશ સરદાના, સાહિલ જેક્સન, રાહુલ રાજગોપાલ અને રીન્કુ ખુસવા સમાજમાં જાગૃતિનો પ્રયત્ન કરી રહ્યાં છે. - Divya Bhaskar
ચાર યુવાનો અવિનાશ સરદાના, સાહિલ જેક્સન, રાહુલ રાજગોપાલ અને રીન્કુ ખુસવા સમાજમાં જાગૃતિનો પ્રયત્ન કરી રહ્યાં છે.
 • ગામડાંઓમાં સેનેટાઇઝેશન અને માસ્કનું મહત્વસમજાવતા યાત્રા પુરી કરશે

સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સ્વચ્છતાનો પ્રચાર કરવાના ઉદ્દેશથી દાંડી યાત્રાને એક નવું રૂપ આપી વડોદરાના ચાર યુવાનો અવિનાશ સરદાના, સાહિલ જેક્સન, રાહુલ રાજગોપાલ અને રીન્કુ ખુસવા સમાજમાં જાગૃતિનો પ્રયત્ન કરી રહ્યાં છે. ગો ધાર્મિક જૂથ દ્વારા દર વર્ષે સાબરમતીથી દાંડી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેનો ઉદ્દેશ સ્વચ્છતા, ગો ગ્રીન ક્લાઇમેટ, ભાવિ પેઢીને ખનીજો અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર તંદુરસ્ત પર્યાવરણ મળે, દરેકને શિક્ષણ મળે માટે લાઇબ્રેરીની સ્થાપનાઓ અને બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા ફિટ ઇન્ડિયાનો મેસેજ આપવાનો હોય છે.

સોલ્ટ રાઈડમાં 1થી 31 ડિસેમ્બર સુધી તમે ગમે ત્યાં 100, 200 અને 400 કિ.મી. સાયકલ યાત્રા કરી આ કાર્યમાં સહભાગી બની શકો છો. ચાર યુવાનોએ 3 ડિસેમ્બરે સવારે 6.45 કલાકે સાબરમતી આશ્રમ અમદાવાદથી સાયકલ યાત્રાની શરૂઆત કરી છે અને 6 ડિસેમ્બરે દાંડી ખાતે યાત્રા પૂર્ણ કરશે. સાહિલ જેક્સને જણાવ્યું હતું કે, ચાર દિવસની 355 કિલોમીટરની સાયકલ યાત્રામાં વચ્ચેના ગામમાં રોકાણ કરી નાગરિકોને સફાઈ, પર્યાવરણ અને શિક્ષણનું મહત્વ સમજાવીશું તથા કોવિડમાં માસ્ક પહેરવું, હાથ સેનેટાઈઝ કરવા અને યોગ્ય અંતરે મુલાકાત કરવી તેની જાગૃતિ પણ આપીશું. જેથી દરેક નાગરિક કોવિડ-19 સામેની લડાઈ જીતી જીવનને આગળ વધારી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો