તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ફાઉન્ડેશન ફોરો કેપેબિલીટી બિલ્ડિંગ દ્વારા દર લીડ પ્રોગ્રામ યોજાય છે. જેમા દર વર્ષે એન્યુઅલ લીડ એવોર્ડ્સ યોજાય છે. આ વર્ષે પહેલીવાર નેશનલ લેવલ પર એન્યુઅલ લીડ એવોર્ડ્સનું આયોજન વર્ચ્યુઅલી કરાયું હતું. જેમા દેશના વિવિધ શહેરોના 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે પૈકી 37 વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ ફાઇનલિસ્ટ તરીકે પસંદ થયા હતા. વિજેતા બાળકોએ ટેક બ્રીજ, બળાત્કાર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના અને સમાજમાં લોકો નાત, જાતનો ફર્ક ન કરે અને હળમળીને રહે તેવી જાગૃતિ ફેલાવતા પ્રોજેક્ટ બનાવ્યા હતા.
દરેક વાલીએ તેના દીકરાને બળાત્કાર વિશે સમજાવવું જરૂરી છે
સિગ્નસ વર્લ્ડ સ્કૂલની ધો-9ની વિદ્યાર્થીની અનુષ્કા ઝાએ ‘રિયલ મેન ડોન્ટ રેપ’ વિષય પર પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. અનુષ્કાએ જણાવ્યું હતું કે, હું નાની હતી ત્યારે ઘણા માધ્યમથી બળાત્કાર વિશે સાંભળતી હતી. પરંતુ જ્યારે પર પરિવાર અથવા મિત્રો વચ્ચે હું આ વાત કરવા ઇચ્છુ તો લોકો આ વાત સાંભળવા તૈયાર થતા નહી. તેથી મને વિચાર આવ્યો કે ડરીને જીવવા કરતા જાગૃતી ફેલાવી જીવવું જોઇએ. આ પ્રોજેક્ટના ઓનલાઇન વેબિનારમાં બળાત્કારના મૂળ, સોશિયલ મિડિયાની અસર, લોકોની વિચારસરણી વિશે વાત કરી હતી. આપણા દેશમાં દર 5 સ્ત્રીએ એક સ્ત્રી બળાત્કારનો ભોગ બનતી હોય છે. સ્ત્રીઓમાં બળાત્કારની જાગૃતી ફેલાવવા કરતા યુવાનો અને તરુણોમાં ફેલાવવી જોઇએ. દરેક માતા પિતાએ તેના તરૂણ દીકરાને બળાત્કાર વિશે સમજાવવું જોઇએ. કારણકે બળાત્કારની ઘટનાઓમાં 54 ટકા બળાત્કારીઓ તરૂણ જ હોય છે.
ગામડાના બાળકોને ભણવા માટે ફોન આપ્યા
નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના 9માં ધોરણના વિદ્યાર્થી કિયાન પરીખે ટેક બ્રીજ પ્રોજેક્ટ બનાવ્યો હતો. કિયાન પરિખે જણાવ્યું હતુ કે, શાળઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું ત્યારે અમારા ડ્રાઇવરના દીકરાને ભણાવવામાં તકલીફ થઇ હતી. કોરોનામાં ઓનલાઇન એજ્યુકેશન રસ્તો મળ્યો પરંતુ ઇન્ટરનેટ, મોબાઇલ અને ટેક્નોલોજી ના અભાવે ગામડાઓના વિદ્યાર્થીઓ સુધી ઓનલાઇન એજ્યુકેશનનો લાભ પહોચતો નથી. મે મારા ઘરની આસપાસના લોકો પાસેથી 7 થી 8 જુના ફોન એકઠા કરી રીપેર કરાવી સેવાસી અને અંકોડીયા ગામની શાળાના વિદ્યાર્થીઓને આપ્યા અને તેમને ઇન્ટનેટ મળી શકે માટે ઓનલાઇન ફંડ ભેગુ કરી રહ્યો છું.
વ્યક્તિનો બહારનો દેખાવ નહીં, તેનો સ્વભાવ સુંદર હોવો જોઇએ
નવરચના સ્કૂલ સમાની સાન્વિ પાન્ડેએ બોડી શેમિંગ પર પ્રોજેક્ટ બનાવ્યો હતો. સાન્વિએ જણાવ્યું હતું કે, લોકો આજકાલ સુંદર અને બહારનો દેખાવ સારો કરવા પાછળ પડ્યા છે. વ્યક્તિની સુંદરતા તેના બહારના દેખાવથી નહી પરંતુ તેના સ્વભાવથી છે. દરેક વ્યક્તિને પોતાની પર્સનાલિટી પર આત્મવિશ્વાસ હોવો જોઇએ અને પોતાની વિશિષ્ટતાને જાળવવી જોઇએ.
જાત અને ધર્મના ભેદભાવને ભુલી સમાનતાને અપનાવો
સંત કબિર સ્કૂલની મુબાશીરા શેખે સમાનતા વિષય પર પ્રોજેક્ટ બનાવ્યો હતો. મુબાશીરાએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં નાત, જાત, ધર્મના નામ પર અસમાનતાઓ છે. મનુષ્ય જ મનુષ્યને ઉચ નીચના ફેરફારમાં આગળ વધવા દેતો નથી. તેથી જો લોકો જાતી અને ધર્મનો ભેદભાવ કર્યા વગર આગળ વધે તો આ વિશ્વને શ્રેષ્ઠ સ્થાન બનાવી શકાય છે.
ધો. 8 થી 12 ના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ, સહયોગ, ચરિત્ર અને ક્ષમતા ચકાસવામાં આવે છે
લીડના મેનેજર ધ્રુમિત વ્યાસે જણાવ્યું હતું કે, લીડ એવોર્ડ્સમાં ધો. 8 થી 12ના બાળકોમાં લિડરશીપ સ્કિલ વધારવા માટે તેમનો આત્મવિશ્વાસ, સહયોગ, ચરિત્ર અને ક્ષમતાના આધાર તેમને ચકાસવામાં આવે છે. ફાઇન્લિસ્ટ સ્ટુડન્ટ્સને 5 થી 11 હજાર સુધીના રોકડ ઇનામ અપાય છે. આ વર્ષે નેશનલ લેવલ પર આ એવોર્ડ્સ યોજાયા હતા તેથી દિલ્હી, કોલકતા, બેંગલોર, ચેન્નઇ, આણંદ, વડોદરા, હાલોલ, અમદાવાદ અને સુરત જેવા શહેરના વિદ્યાર્થીઓએ આમા ભાગ લીધો હતો.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.