તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:શહેરમાં 12.60 લોકોને પ્રથમ ડોઝ 5.47 લાખ લોકો ફુલ્લી વેક્સિનેટેડ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શનિવારે માત્ર 6597 લોકોએ રસી મૂકાવી,5700ને બીજો ડોઝ
  • આજે અને આવતી કાલે રસીકરણના કેમ્પ અને સેન્ટર બંધ રખાશે

શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં 18 વર્ષથી ઉપરના 15 લાખ મતદારો પૈકી માત્ર 5,47,507 લોકોએ બીજો ડોઝ સાથે ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના આંકડા મુજબ શહેરમાં કુલ 12,60, 469 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે જે પૈકી બીજો ડોઝ લેનારની ટકાવારી 42 ટકા થાય છે. કદાચ રાજ્યમાં વડોદરા બીજો ડોઝ લેનારની કમ્પેરિઝનમાં ત્રીજા નંબરે આવી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા બીજા ડોઝને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જે લોકો બીજો ડોઝ મુકાવે છે. તે કોરોના સામેની જંગ લડવામાં ખૂબ જ સક્ષમ છે તેવું રાજ્ય સરકાર માન્ય રહેશે જેને પગલે બીજો ડોઝ લેવા માટે ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને તેના માટે સ્પેશિયલ કેમ્પ પણ રવિવાર અને બુધવારની રજામાં ગોઠવાય છે વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં બીજો ડોઝ લેનાર ની સંખ્યા સૌથી વધુ સંખ્યા 45 વર્ષથી ઉપરના વયજૂથની છે આ કેટેગરીમાં 1,28,689 લોકોએ રસી મુકાવી છે. આરોગ્ય વિભાગ મુજબ હજુ પણ 80 હજાર જેટલો બેકલોગ સેકન્ડ ડોઝ માટે નો હશે. જે લોકોનો સેકન્ડ દૂર થયો છે તેમને ફોન કરીને રસી લેવા માટે જણાવવામાં આવે છે બીજી તરફ રાજ્ય સરકાર માંથી આવતો રસીનો જથ્થો પણ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહ્યો છે.

શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં શનિવારે માત્ર 6597 લોકોએ રસી મુકાવી હતી. કોવિશીલ્ડનો જથ્થો માત્ર ચાર હજાર ડોઝ નો આવ્યો હોવાને પગલે રસીકરણ ઓછું થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. શનિવારે બીજો ડોઝ લેનારની સંખ્યા 5700 નોંધાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા જન્માષ્ટમી ને પગલે રવિ અને સોમવારે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. શનિવારે દાઉદી વ્હોરા સમાજ દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન થયું હતું.જેમાં 700થી વધુ લોકો એ રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...