સયાજીગંજમાં વિધર્મી યુવકે યુવતીને તેના ઘરેથી બળજબરીપૂર્વક હોટલમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. સયાજીગંજ પોલીસે વિધર્મી યુવક અને તેના સાગરીતની ધરપકડ કરી હતી. બંનેની તપાસ પૂરી થતા બંનેને જેલમાં મોકલી અપાયા હતા.સયાજીગંજમાં રહેતી યુવતીનાં પરિવારજનો 30મી ડિસેમ્બરે બહાર ગયાં હતાં. દરમિયાન ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબભાઇ ઘાંચી અને તેનો સાગરીત ફિરોઝ ઉર્ફે ગટ્ટુ શબ્બીર હુસેન વ્હોરા ટુ વ્હીલર લઈને આવ્યા હતા. બંને જણા યુવતીને બળજબરીપૂર્વક ટુ વ્હીલર પર બેસાડી અલકાપુરીની એક હોટલમાં લઈ ગયા હતા.
ફરિયાદ મુજબ 31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે ઘરેથી ગુમ થયેલી યુવતી પરત આવી હતી. જેથી પરિવાર દ્વારા તેની પૂછપરછ કરાતાં તેણે જણાવ્યું કે, 30 ડિસેમ્બરે સાંજે ફૈઝલ ઉર્ફે ફૈઝુ ઘાંચી અને ફિરોઝ ઉર્ફે ગટ્ટુ વ્હોરા ટુ વ્હીલર લઇને આવ્યા હતા. તેઓ તેને બળજબરીથી અપહરણ કરી લઇ ગયા હતા. આરોપીએ રાતના 10 વાગ્યાથી બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી 14 કલાક યુવતીને હોટલમાં રાખી હતી. મોકો મળતાં તે હોટલમાંથી ભાગીને ઘેર પહોંચી હતી. સયાજીગંજ પીઆઈ જાડેજાએ જણાવ્યું કે તપાસ પુરી થતાં બંનેને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. હોટલની તપાસ હજુ જારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.