તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:યુવતીને વેચી દેવાના કેસમાં 164 મુજબનું નિવેદન લેવાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતની યુવતીના દ્વારકાના ખીરસરા ગામમાં લગ્ન કરાવી દીધાં હતાં
  • બનાવમાં પોલીસ દ્વારા પતિ-સસરાની ધરપકડ કરાઈ હતી

સુરતની યુવતીને રૂા.1.65 લાખમાં સૌરાષ્ટ્રના યુવકને વેચી તેની સાથે લગ્ન કરાવી આપવાના પ્રકરણમાં મકરપુરા પોલીસ યુવતીનું 164 મુજબનું નિવેદન નોંધાવશે. પોલીસે યુવતી સાથે લગ્ન કરનાર દ્વારકાના યુવક અને પતિ રાજુ બેલા અને સસરા વિરા બેલાની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કેસમાં યુવતીના લગ્ન કરાવનાર સુરતની સંગીતા કશ્યપની પણ અગાઉ પોલીસે ધરપકડ કરી છે. જોકે આરોપીઓની પૂછપરછમાં તેમનો કોઈ ગુનાહિત ભૂતકાળ બહાર આવ્યો નથી. જ્યારે સંગીતાએ અગાઉ આ રીતે કોઈ યુવતીને અન્યને વેચી દીધી હોવાનું પણ જાણવા મળ્યું નથી.

ઉલ્લેખનિય છે કે, આરોપીઓ સંગીતા કશ્યપ, લખમણ ભારતી ગોસ્વામી, મોહંમદચાચા પઠાણ, રોકી પટેલ, મનિષ પરમાર અને દક્ષા રાઠોડે રૂા.1.65 લાખ લઈને સુરતની યુવતીના દ્વારકાના ખીરસરા ગામમાં રહેતા રાજુ બેલા સાથે લગ્ન કરાવી દીધાં હતાં. આ ઘટના અંગે યુવતીની માતાએ સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ કોર્ટે વોરંટ બજાવતાં વરાછા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ટ્રાન્સફર કરાતાં પોલીસે મનીષ પરમાર, મોહંમદ પઠાણ, લખમલ ભારતી ગોસ્વામી, સંગીતા કશ્યપ, રાજુ બેલા અને વિરા બેલાની ધરપકડ કરી હતી.આ બનાવમાં પોલીસે વિવિધ લોકોની પુછપરછ કરી તપાસને ગહન બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...