તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In The Case Of Robbery Of Rs 6 Lakh By Showing An Argon Near Karjan, The Police Solved The Difference By Checking 150 Km Of CCTV Footage, 1 Accused Was Arrested With A Case Of Rs 4.25 Lakh.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટનો ભેદ ઉકેલાયો:કરજણ પાસે એરગન બતાવી 6 લાખની લૂંટના કેસમાં પોલીસે 150 કિ.મી.ના CCTV ફૂટેજ ચેક કરીને ભેદ ઉકેલ્યો, 4.25 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપી ઝડપાયો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
4.25 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી - Divya Bhaskar
4.25 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી
  • 2 અજાણ્યા યુવકોએ કારમા બેસેલ દિવ્યાંગ દંપતી અને પુત્રએ પેહેરેલી સોનાના દાગીના મળીને 6 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો

સુરતથી ઇનોવા કાર ભાડે કરીને કચ્છ જતા દિવ્યાંગ પરિવાર કરજણ નેશનલ હાઈવે નં-48 પર 17 માર્ચના રોજ સાંજે 6:30 વાગ્યાના અરસામાં શિવશક્તિ હોટલ નજીક કાર ઉભી રાખીને નાસ્તો કરતા હતા, ત્યારે બાઈક પર બે અજાણ્યા યુવકો આવી ચાકૂ અને એરગન બતાવી ઈનોવા કારમા બેસેલ દિવ્યાંગ દંપતી અને તેમના પુત્રએ પેહેરેલ સોનાના દાગીના મળી 6 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. આ લૂંટના બનાવમાં જિલ્લા પોલીસે 150 કિલો મીટર સુધીના CCTV ફૂટેજ મેળવી લૂંટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ લૂંટના બનાવમાં સંડોવાયેલા અમદાવાદના મોટા છાપરા ગામની સીમમાં રહેતા ભાઇઓ પૈકી એકની ધરપકડ કરી રૂપિયા 4.25 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પરિવાર દીક્ષા સમારોહમાં જઇ રહ્યો હતો
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 17 માર્ચના રોજ સુરત રાંદેર રોડ પર આવેલ પરસમણી એપાર્ટમેંટમાં રહેતા જમીન દલાલ સંદીપભાઈ વાડીલાલ મહેતા તેઓના વતન ભીમાસર કચ્છ ખાતે દીક્ષા સમારોહમાં ઇનોવા કાર લઈને પત્ની ધર્મિષ્ઠાબેન અને પુત્ર પાવન સાથે જઇ રહ્યા હતા. સંદીપભાઈ અને એમના પત્ની ધર્મિષ્ઠાબેન અપંગ હોઇ એમની વ્હીલચેર ખેંચવા માટે બે હેલ્પર ઇશ્વરભાઈ ઠાકોર અને સંગીતાબેન ઠાકોર તેમજ ડ્રાઇવર ધનંજય પણ સાથે હતા. દરમિયાન કરજણ નેશનલ હાઈવે 48 પર શિવશક્તિ હોટલ પાસે સાંજે 6:30 વાગ્યાના અરસામાં કાર ઉભી રાખી તેઓ નાસ્તો કરતા હતા.

એરગન બતાવી રૂા.6 લાખની લૂંટ નેશનલ હાઈવે પર લૂંટ કરી
દરમિયાન બાઈક પર બે અજાણ્યા યુવકો આવીને ચાકૂ અને એરગન બતાવી સંદીપભાઈએ પહેરેલ રૂદ્રાક્ષની સોનાની માળા, સોનાની બે વીંટી, એક સોનાની લક્કી તેમજ ધર્મિષ્ઠાબેને પહેરેલ સોનાના પેન્ડલવાળી સોનાની ચેન, 6 નંગ સોનાની વીંટી અને પુત્ર પાવને પહેરેલ સોનાની ચેન, બે વીંટીઓ આમ કુલ મળીને 600000 નો મુદ્દામાલ લૂંટી ગયા હતા. જ્યારે આગળ ઉભેલા ટેમ્પોના ડ્રાઇવર અને એની સાથેના માણસ પાસેથી રોડકા 7500 રૂપિયાની પણ લૂંટ ચલાવી લૂંટારુ ભાગી છૂટ્યા હતા. આમ બે અજાણ્યા લૂંટારુઓએ સમી સાંજે 6,07,500ના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. જે લૂંટની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાઇ હતી.

કંડારીથી 150 કિ.મી.ના સીસીટીવી ચેક કર્યાં
આ સનસનાટી ભર્યા લૂંટના બનાવ અંગે જિલ્લા પોલીસ તંત્રની ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. અને કરજણ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા લૂંટનો ભેદ ઉકેલવા માટે કંડારીથી 150 કિ.મી. અંતરમાં આવતી હાઇવે ઉપરની હોટલો, કંપનીઓ, હાઇવે ઓથોરીટીના કેમેરામાંથી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં લૂંટ ચલાવનાર અમદાવાદ તરફના હોવાની માહિતી મળી હતી.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી
એલ.સી.બી. પી.આઇ. ડી.બી. વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, લૂંટારૂઓ અંગેની દીશા મળ્યા બાદ તપાસ વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મોટા છાપરા ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠા ઉપર રહેતા શ્રવણ રમેશ ઓડ અને અશોક રમેશ ઓડ હોવાની ખાતરી થતાં, શ્રવણ ઓડને સ્થળ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે તેના ભાઇ અશોક ઓડને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કરાયા છે. બંને ભાઇઓ લૂંટ ચલાવ્યા બાદ મુદ્દામાલ તેઓના રહેણાંક સ્થળ પાસે ખાડો ખોદીને દાટી દીધા હતા. જે રૂપિયા 4,25,190નો મુદ્મામાલ કબજે કરવામાં આવ્યો છે.

લોકોને આંતરીને ધાકધમકી આપી લૂંટ ચલાવવામાં બંને ભાઇએ માહિર હતા
બંને ભાઇઓ હાઇવે ઉપર પસાર થતાં લોકોને આંતરીને ધાકધમકી આપી લૂંટ ચલાવવામાં માહિર હતા. તેઓએ 7 માસ પહેલાં અમદાવાદ પાસેથી બોલેરો જીપ આંતરી રૂપિયા 35 હજારની લૂંટ ચલાવી હતી. તેઓ સામે વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથક તેમજ સુરત શહેર-જિલ્લામાં લૂંટના બનાવો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો