તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાઇનલનું પરિણામ:CA ફાઇનલમાં વડોદરાનો શાન દેશમાં 5મા ક્રમે, શહેરને નવા 52 CA મળ્યા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાન શાહ અને હર્ષિતા ગોયેલ. - Divya Bhaskar
શાન શાહ અને હર્ષિતા ગોયેલ.
  • પહેલા પ્રયાસે શહેરમાંથી 15 વિદ્યાર્થીઓ પાસ થયા

આઇસીએઆઇ દ્વારા જાહેર કરાયેલા સીએ ફાઇનલના પરિણામમાં વડોદરાના શાન શાહે 800માંથી 599 માર્કસ મેળવીને ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં 5મો રેન્ક મેળવ્યો હતો. વડોદરામાં સીએ ફાઇનલ 52 વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરી છે. સીએ ફાઉન્ડેશનના પરિણામ પણ જાહેર થયાં હતાં, જેમાં શહેરમાંથી 420માંથી 112 વિદ્યાર્થીઓ (26.67 ટકા) પાસ થયા છે.

જુલાઈમાં શહેરમાંથી 203 વિદ્યાર્થીએ જૂના કોર્સની પરીક્ષા આપી હતી. જેમાંથી 27 અને નવા કોર્સમાં 544માંથી 94 વિદ્યાર્થી પાસ થયા હતા. જેમાં મધુર મનોજે (505/800) શહેરમાં બીજો, હર્ષિલ ગાંધીએ 495/800) ત્રીજો, પ્રીતિ બક્ષીએ (441/800) ચોથો તથા રૂષભ પંડ્યાએ (431/800)એ પાંચમો ક્રમ મેળવ્યો હતો. વિકાસા, વડોદરાના ચેરમેન સીએ મનોજ શાહુએ જણાવ્યું કે, ‘ગત પરીક્ષા કરતાં પરિણામ સારું છે. હવે સીએની ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરવી મુશ્કેલ બનશે, પણ એકવાર ફાઉન્ડેશન ક્લીયર કર્યા બાદ સીએની ફાઇનલ સુધી પાસ કરાવવા આઇસીએઆઈ દ્વારા વિશેષ પ્રયાસ થઈ રહ્યા છે.’

આર્ટિકલશિપ દરમિયાન પણ નિયમિત વાંચન કરતા રહેવું એટલું જ અનિવાર્ય
ભારતમાં પાંચમો રેન્ક મેળવનાર 22 વર્ષીય સીએ શાન શાહનું પહેલું રિઝલ્ટ તેનાં મમ્મી દિપ્તીબહેને જોયું હતું. તેણે જણાવ્યું કે, દરેક પરિણામ ઓનલાઇન મમ્મી જ પહેલાં જુએ છે. મોટાભાગના વિદ્યાર્થી ઇન્ટરમીડિયેટ એકઝામ બાદ 3 વર્ષની આર્ટિકલશિપ કરે છે, જ્યારે પરીક્ષાનું એક વર્ષ બાકી હોય છે ત્યારે તૈયારી શરૂ કરે છે. મેં સતત 3 વર્ષ વાંચન કર્યું હતું. આ બાબત નિર્ણાયક બની. હું રોજ સવારે 4 વાગ્યે જાગીને વાંચતો હતો.’ તેના પિતા ડો. આર.એમ. શાહ એસએસજીમાં આરએમઓ તરીકે ફરજ બજાવે છે.

સીએ બનીને મારી મમ્મીની આખરી ઇચ્છા પૂરી કરી તેમને શ્રદ્ધાંજલિ આપી
આજે વડોદરાની હર્ષિતા ગોયેલ પણ સીએ બની હતી. તેણે જણાવ્યું કે, ‘2014માં મારી મમ્મીનું બીમારીમાં અવસાન થયું હતું, પણ તેમની એક ઇચ્છા હતી કે હું સીએ બનું. આ માટે તે મને સતત પ્રોત્સાહન આપતાં હતાં. આજે સીએ બન્યા બાદ મને સંતોષ છે અને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકી છું તેની ખુશી પણ છે.’ તેના પિતા ખાનગી કંપનીમાં જનરલ મેનેજર છે. હર્ષિતા તેની હોબી પેઇન્ટિંગ અને સિંગિંગમાં એવોર્ડ મેળવી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...