ભાસ્કર એક્સકલૂઝિવ:પોલીસનાં પતંગિયાં સામે બૂટલેગરોના ભમરા મેદાનમાં, જીપીએસ ટ્રેકરને નિષ્ક્રિય કરી દેવા માટે હવે કારમાં જામર લગાવવાનું શરૂ કર્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામર થકી કાર અને તેની આસપાસના 50 મીટરના વિસ્તારમાં સિગ્નલ જામ કરી દેવાય છે

શહેરના બૂટલેગરો પણ હવે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ થઇ રહ્યા છે. બૂટલેગરના વાહનોને ઝડપી પાડવામાં પોલીસને મળેલી સફળતામાં જીપીએસ ટ્રેકર જેને પતંગિયું કહેવાય છે એ જવાબદાર હોવાનું મનાય છે ત્યારે તેને નિષ્ક્રિય કરવા માટે બૂટલેગરોએ તેમની કારમાં સિગ્નલ જામર લગાવવાનું શરૂ કર્યું છે, જેને” ભમરો “ કહે છે. પોલીસથી એક કદમ આગળ રહેવા માટે “પતંગિયા”ની સામે લગામ કસવા “ભમરા”નો ઉપયોગ શરૂ કર્યો છે. જોકે પોલીસ માત્ર ‘પતંગિયા” ઉપર જ આધારિત નથી રહેતી.

તેના સિવાય ટેક્નિકલ સર્વેલન્સના અનેક રસ્તા તેમની પાસે છે, જેનો ઉપયોગ કરી બૂટલગરોને ઝડપી પાડે છે, “ભમરા” તરીકે ઓળખાતું આ ડિવાઇસ બૂટલેગરની જે કારમાં જીપીએસ એટલે કે પતંગિયું લગાવાયેલું હોય એ કાર અને એની આસપાસના 50 મીટરના વિસ્તારમાં સિગ્નલો જામ કરી દે છે.

કાર ચાલુ કરી ફરતી હોવા છતાં તેના સિગ્નલ મોકલી શકતી નથી કારના ચાર્જિંગ પોર્ટમાં “ભમરો” લગાવી દેવાથી કારમાં સફર કરનારાના મોબાઇલ ફોનના સિગ્નલ પણ બંધ થઇ જાય છે. શહેરમાં કમ્પ્યૂટરનો વ્યવસાય કરનારા વેપારી આશિષ પટેલે જણાવ્યું કે, છેલ્લા 6 મહિનાથી જીપીએસનું વેચાણ વધ્યું હતું, પરંતુ 2 મહિનાથી એના કોમ્બેટ તરીકે ઓળખાતું જીપીએસ ટ્રેકરને બ્લોક કરતા જામરના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે.

LCBએ વસાવેલાં 10 પતંગિયાં ભમરાને કારણે નકામાં બન્યાં
બૂટલેગરો જોડે મિલીભગતનો આરોપ ધરાવતી જિલ્લા એલસીબીએ કામગીરી દેખાડવા માટે 9 હજારનું એક એવા 10 જીપીએસ વસાવ્યા હતા અને બૂટલેગરોની કારમાં ગૂપચૂપ ફિટ પણ કરી દીધા હતા, પરંતુ પોલીસનો ખેલ ઊંધો પાડવા બૂટલેગરોએ ખેપ મારતી પોતાની કારોમાં ભમરો લગાવી દેતાં જિલ્લા એલસીબીથી પતંગિયાના આધારે એક પણ બૂટલેગરને ઝડપી નહિ શકતાં પોલીસનો ખર્ચો માથે પડ્યો હતો.

પીસીબી પાસે જીપીએસ સિવાય બીજા અનેક આધુનિક રસ્તા છે
બૂટલેગરો દ્વારા ભલે હવે જીપીએસ જામર લગાવાયા હોય પરંતુ પોલીસ કમિશનર શમશેરસિંગ પોતે ટેક્નોક્રેટ છે. બૂટલેગરોની દરેક ચાલ ઊંધી પાડવા અમે અત્યંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. ટેક્નોલોજીના ઉપયોગથી જ બિસ્નોઈ ગેંગના દારૂના કરોડોના કારોબાર અને ગેંગના મુખ્ય સૂત્રધાર ઘેવર અને બાદમાં નીલુ સિંધી, હરિ સિંધી સહિત અનેક બૂટલેગર ઝડપાયા હતા અને હજુ મોટા ગુનેગારો અને ઓર્ગેનાઈઝ ક્રાઇમનો પર્દાફાશ થશે

અન્ય સમાચારો પણ છે...