તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બિલમાં દંપતીએ પેવર બ્લોક અને પાઇપ લઇ ચોરોને પડકાર્યા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવઆશ્રય સોસાયટીમાંથી એક લાખની ચોરી

બિલ ગામમાં આવેલા શિવઆશ્રય સોસાયટીમાં મોડી રાતે ત્રાટકેલા તસ્કરોએ એક મકાનમાં ઘુસીને રોકડા સહિત રૂા.1 લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. બિલ ગામની પાછળની તરફ આવેલી શિવઆશ્રય સોસાયટીમાં રહેતા જાગૃતિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેઓ મોડી રાતે ઉઠ્યાં હતાં.ત્યારે તેમને બહારની તરફ 3 ચોરોે હાથમાં તિક્ષ્ણ હથિયાર સાથે જોતા ગભરાઈ ગયા હતા. તેમણે પતિને ઉઠાડીને આ અંગે પાસેની શિવાશ્રય સોસાયટીના રહીશોને જણાવવા કિધું હતું.

પરંતું કોઈ રહીશ જાગ્યા ન હતાં. જેથી મહિલાએ ઘરની બહાર આવીને હાથમાં પેવર બ્લોક લઈ તેમજ મારા પતિએ લોખંડની પાઈપ લીધી હતી. અને બુમાબુમ કરતા ત્રણેય ચોરો સોસાયટીની પાછળ આવેલા ખેતરો તરફ ભાગી નિકળ્યાં હતાં. અમારી આજુબાજુની ઓમ પાર્ક, શિવઆશ્રય સોસાયટી સહિતની સોસાયટીઓમાં વારંવાર તસ્કરો તિક્ષ્ણ હથિયારો સાથે આવતા હોય છે.પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. અમારે ભયના ઓથા હેઠળ જીવવાનો વારો આવ્યો છે.

શિવઆશ્રય સોસાયટીમાં રહેતા મીનાબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, આજથી 8 મહિના પહેલા તસ્કરો સોસાયટીમાં આવેલા મારા ઘરમાં ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ રકમ મળીને રૂા.13 થી 14 લાખની મત્તા ચોરી ગયા હતા. જ્યારે તસ્કરોનો ત્રાસ હજુ પણ ચાલુ જ છે. અમે હાલ પણ ડરના માહોલ વચ્ચે જીવી રહ્યાં છે. પોલીસ અમારૂ કાંઈ પણ સાંભળતું નથી. તસ્કરો કુહાળી,પથ્થરો તેમજ અન્ય હથિયારો લઈને આવતા અમે મોડી રાત બહાર નિકળી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...