ફરિયાદ:શ્રીજીની આગમન યાત્રામાં કાર ઘુસાડી યુવાનને 20 ફૂટ ઢસેડ્યો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે ગોદી કૂદાવીને ગાડી ટ્રેક પર એન્જિન સુધી પહોંચી
  • યુવકને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો

સોમવારે ગાજરાવાડીના શ્રીજીની આગમનયાત્રામાં કારચાલકે બેફામ રીતે કાર ચલાવી એક યુવકને અડફેટમાં લઈને ગાડી પ્રતાપનગર રેલવે ગોદી પાસેથી કુદાવી રેલવે ટ્રેક પર ઉભેલા એન્જિન સુધી પહોંચાડી દીધી હતી. જેમાં ત્રણને સામાન્ય જ્યારે એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. જોકે આ બાબતે કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

સોમવારે સાંજે ગાજરાવાડીના શ્રીજીની આગમન યાત્રમાંથી કારચાલકે તેની કાર કાઢવાનો પ્રયાસ કરવા જતા યાત્રામાંના ભાવિકોએ તેને પાછો વાળ્યો હતો. કારચાલક ઉશ્કેરાતાં તેણે કાર પુરઝડપે ચલાવી ગાડી ભીડમાંથી બહાર કાઢવા જતા યમુનામીલ પાસે મહાનગરમાં રહેતા સુરજ ઠાકોરને અડફેટે લીધો હતો. આ અંગે સૂરજે જણાવ્યુ હતું કે, કાર ચાલકે કાર રિવર્સમાં લેતા મારો પગ કારના વ્હિલમાં ફસાઇ ગયો હતો.

કાર ચાલકે મને 20 ફૂટ સુધી તે ઢસેડ્યો હતો. જેથી મને પગમાં તથા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. કારચાલકે કારને પ્રતાપનગર રેલવે ગોદી સુધી પહોંચાડી દીધી હતી. જ્યાં ઊંચો ઓટલો કુદાવતા કારમાં બેઠેલા બન્ને યુવકને ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતા રેલ્વે, મકરપુરા, વાડી અને પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...