ખાતમુહૂર્ત:તેજગઢમાં 1.5 કરોડના ખર્ચે નલ સે જલ મિશન હેઠળ દરેક ઘરે પાણી મળશે

તેજગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. - Divya Bhaskar
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
  • તેજગઢના અનેક વિસ્તારના 1412 જેટલા ઘરોને પાણી પહોંચાડવામાં આવશે

તેજગઢમાં સવા કરોડ ઉપરાંતના ખર્ચે નલ સે જલ યોજના હેઠળ 1412 ઘરો સુધી પાણી પહોંચશે. તેજગઢમાં નલ સે જલ મિશન હેઠળ કામનું ખાતમુહૂર્ત છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં તેજગઢના સરપંચ નરસિંહભાઇ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નગીનભાઈ રાઠવા, તેજગઢ તા.પં સભ્ય આકાશભાઈ ચૌહાણ વગેરે ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહ્યા હતા.

તેજગઢમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા તથા વર્ષો જૂની પાઇપલાઇનના કારણે 2017થી તેજગઢના સરપંચ નરસિંહભાઈ રાઠવા દ્વારા સમસ્યા દૂર કરવા માટે પ્રયાસો કરતા હતા અંતે સફળતા મળી હતી ગુજરાત સરકારની નલ સે જલ યોજના મિશન હેઠળ 1,16,28.255(એક કરોડ સોલ લાખ અઠ્ઠાવીસ હજાર બસો પંચાવનની) ગ્રાન્ટની વહીવટી મંજૂરી મળતાં આજરોજ ખાતમુહૂર્ત પંચાયત વારિગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ તેજગઢના 1412 ઘરોને પાણી મળશે અનેક વિસ્તારોને આ યોજના હેઠળ આવરી લઈ પાણી પહોંચાડવામાં આવશે. ગામમા ટૂંક સમયમાં એલીડી લાઇટો પણ લાગશે.

અન્ય સમાચારો પણ છે...