ઉત્તરાયણ પર્વનું દાન:સ્વામીનારાયણ સંપ્રદાયમાં સહજાનંદી સંતોમાં ઉત્તરાયણ પર્વની ઝોળી ફેરવવાની વિશેષ પરંપરા, સંતોએ દાન એકઠું કર્યું

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મકરસંક્રાતના પાવન પર્વે સ્વામીનારાયણ સંતો દ્વારા ઝોળી ફેલાવી દાન એકઠું કર્યું - Divya Bhaskar
મકરસંક્રાતના પાવન પર્વે સ્વામીનારાયણ સંતો દ્વારા ઝોળી ફેલાવી દાન એકઠું કર્યું

ઉત્તરાયણ એ સમગ્ર ભારતીયોનો માનીતો યુગોથી ઉજવાતો તહેવાર છે. સૂર્યનો ઘન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી આ પર્વને મકરસંક્રાંતિ કહે છે. વળી, સૂર્ય પૃથ્વીની આસપાસની ભ્રમણની દક્ષિણ દિશા બદલી ઉત્તર તરફ ગતિ કરે છે, એટલે આ પર્વને ઉત્તરાયણ પણ કહે છે. આંખના પલકારાના 100માં ભાગ જેટલા અલ્પ સમયમાં આ સંક્રાતિ થાય છે. સૂર્યનું અન્ય રાશિઓમાં ભ્રમણ ચાલુ જ હોય છે, પરંતુ મકર રાશીમાં સંક્રમણ સર્વોત્તમ ગણ્યું છે. વર્તમાનકાળે 14મી જાન્યુઆરીના દિવસે આ સંક્રમણ થાય છે. આજે સ્વામીનારાયણ સંપ્રદાયમાં સહજાનંદી સંતોમાં ઉત્તરાયણ પર્વ નિમીત્તે ઝોળી ફેરવી દાન એકઠું કરવાની પરંપરા છે.

વર્ષો જુની પંરપરા છે
આ સમયને ઋષિમુનિઓએ પુણ્યકાળ તરીકે ઘોષિત કર્યો છે. આ દિવસે થોડું પણ દાન કરે તેનું કરોડોગણું પુણ્ય મળે છે. આ દિવસે પુણ્યદાનનો ખૂબ જ મહિમા હોવાથી લોકો દાનપુણ્ય કરે છે. પરંતુ દાનમાં પદાર્થ કરતા પ્રેમ અને ભાવનાથી કરેલ દાનની મહત્તા અનેકગણી વધુ હોય છે. વડોદરા સ્વામિનારાયણમંદિર કારેલીબાગના જ્ઞાનજીવનદાસજીસ્વામીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ વર્ષો જૂની પરંપરા ચાલતી આવે છે.

ઘરે-ઘરે જઇ સંતોએ દાન લીધું
ઘરે-ઘરે જઇ સંતોએ દાન લીધું

સત માર્ગ તરફ વળે તેવો ધ્યેય
સર્વ જીવના હિત માટે સ્વામિનારાયણ ભગવાન પણ પોતાના સંતોને મકરસંક્રાંતિ જેવા પવિત્ર દિવસે ઘેર ઘેર ઝોળી લેવા મોકલતા. ઝોળી પર્વનો મહિમા વિશેષ હોવાથી. સુજ્ઞ લોકો તો આ દિવસે સંતોની ઝોળીમાં માત્ર વસ્તુ-પદાર્થનું જ નહીં પરંતુ વ્યસનો, વાસનાઓ કે ખરાબ સ્વભાવોને પણ અર્પણ કરતા કરે, અને લોકો ને સત્ માર્ગ તરફ વળે એ મૂળ આશય પણ હોય છે. અન્ન કે અર્થદાનની જેમ જ આપણે જીવનમાં વ્યસનદાન, સમયદાન કરીએ તે ભગવાનને ખૂબ જ ગમે.

સંતોને દાન આપતા શ્રધ્ધાળુ
સંતોને દાન આપતા શ્રધ્ધાળુ

સંતો ઝોળી ફેલાવી દેના માંગે છે
આ દિવસે ભાવપૂવર્ક કરેલ દાનનો મહિમા પ્ણ અધિક છે. જેથી આપણે પણ આ મકરસંક્રાંતિ જેવા પવિત્ર દિવસે આપણે આંગણે આવેલા સંતોને ઝોળીમાં યથાશકિત દાન અર્પણ કરીને પુણ્ય કમાઈએ અને ભગવાનને રાજી કરી લઈએ. આમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વજીવના હિત માટે પોતાના સંતો પાસે ઝોળી મંગાવી હતી. જે વિશેષ પંરપરા આજે પણ ચાલે છે. મકરસંક્રાંતિના દિવસે સંતો નિસ્વાર્થભાવે કેવળ ભગવાનની આજ્ઞાથી અનેક જીવાત્માનું કલ્યાણના હેતુથી દરેક ગૃહસ્થના આંગણે જઈને ‘નારાયણ હરે ! સચ્ચિદાનંદ પ્રભો !’ પોકાર સાથે ઝોળી માગે છે. અને શ્રધ્ધાળુઓ યથાશક્તિ વિવિધ વસ્તુઓ આપી ઝોળી ભરે છે.

સ્વામીનારાયણ સંતો
સ્વામીનારાયણ સંતો

શહેરના મંદિરોમાં ભારે ભીડ
મકરસંક્રાત પર્વ નિમીત્તે શહેરના વિવિધ મંદિરોમાં પણ શ્રધ્ધાળુઓની ભીડ રહી હતી. વહેલી સવારે ગૃહીઓએ ઘૂઘીરી બવાની ગાય માતાને ખવડાવી હતી. તે સાથે શ્રધ્ધાળુઓ સવારે મંદિરોમાં દર્શન કરીને મંદિર બહાર બેઠેલા ભીક્ષુકોને તલસાંકળી, ચિકી, શેરડી, મમરાના લાડુ, બોર જેવી વિવિધ ચિજવસ્તુઓનું દાન કર્યું હતું. તો કેટલાંક શ્રધ્ધાળુઓ દ્વારા તલના લાડુમાં પૈસા મુકી ગુપ્ત દાન કરી ભારતીય પરંપરાને જીવંત રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...