ફરિયાદ:સુમનદિપની રેગિંગ ઘટનામાં આખરે કમિટીએ રિપોર્ટ યુનિવર્સિટીને સોંપ્યો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય કાર્યવાહી નહી થાય તેમ જણાતા નેશનલ રેગિંગ કમિટીમાં ફરિયાદ કરી
  • રિપોર્ટ બાબતે ચર્ચા કરવામાં આવ્યાં બાદ કાર્યવાહી કરવામાં આવશે

સુમનદિપ વિદ્યાપીઠમાં રેગિંગની ઘટના મુદ્દે ભોગબનનારના વાલીએ કેન્દ્રિય એન્ટી રેગિંગ કમિટીમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવવા પાછ‌ળનું કારણ વાલીને હાલની કમિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા પર આશંકાના પગલે વાલીએ નેશનલ મેડિકલ કમિશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જેના પગલે જેના આધારે 10 જાન્યુઆરીના એનએમસી કમિટી દ્વારા ફરિયાદી વાલી અને વિદ્યાર્થીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સાથે સુમનદિપ વિદ્યાપીઠની એન્ટી રેગિંગ કમિટી દ્વારા સમગ્ર તપાસનો રિપોર્ટ યુનિવર્સીટીને સોંપી દેવાયો છે. યુનિવર્સીટી દ્વારા રિપોર્ટની ચર્ચા કર્યા બાદ પગલા લેવા માટે નિર્ણય લેવામાં આવશે.

મહત્વનું છે કે ગત ડિસેમ્બર મહિનામાં સુમનદિપમાં ઓર્થોપેડિક વિભાગમાં અભ્યાસ કરતા સિનિયર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરને પરેશાન કરતા હોવાની ફરિયાદ એન્ટી રેગિંગ કમિટીમાં કરવામાં આવી હતી. અને આ કમિટી દ્વારા ત્રણ સિનિયરોને સસ્પેન્ડ પણ કરાયા હતા. કમિટી દ્વારા તમામ પક્ષના નિવેદનો મૌખીક અને લેખીતમાં પણ લેવામાં આવ્યા હતા. પરંતુ કોઈપણ નિર્ણય નહી લેવાતા વાલીએ નેશનલ મેડિકલ કાઉન્સીલમાં પણ ફરિયાદ નોંધાવી હતી. જેના મુદ્દે 10 જાન્યુઆરી થી તપાસ શરૂ કરવામાં આવશે.

વિદ્યાર્થીના વાલી દ્વારા 28-11થી 9-12 સુધીના વિડિયો રેકોર્ડીંગ સંસ્થા પાસેથી માગ્યા છે. તો બીજી તરફ nmcની જુનિયર રેસિડેન્ટની ગાઈડલાઈન, ugc અને ગુજરાત સરકારની ગાઈડલાઈન માગવામાં આવી છે. વિદ્યાર્થીઓના હોસ્ટેલના ગેટના અને હોસ્પિટલના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટના સીસીટીવી ફુટેજ પણ વાલી દ્વારા લેખીતમાં માગવામાં આવ્યા હતા. પરંતુ કમિટી દ્વારા હજુ સોંપવામાં આવ્યા નથી. જેની ફરીથી માગણી પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...