તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સુલતાનપુરામાં સ્કૂટરની ડિકીમાંથી દાગીનાની ચોરી કરનાર 2 પકડાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલા સ્કૂટર પાર્ક કરી રાખડી ખરીદવા ગઈ ને 86 હજારની મતા ચોરાઈ
  • મહિલાએ રક્ષા બંધન પર પહેરવા માટે લોકરમાંથી દાગીના કાઢ્યા હતા

સુલતાનપુરા હનુમાન ડેરી પાસે સ્કૂટરની ડિકીમાંથી 86 હજારના દાગીનાની ચોરી થઈ હતી. 2 મહિલા સ્કૂટર પાર્ક કરી રાખડી ખરીદવા ગઇ ત્યારે ચોરી થઇ હતી. પીસીબીએ ગણતરીના કલાકોમાં 2 આરોપીને ઝડપી લીધા હતા. વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે શિવમ સોસાયટીમાં રહેતાં દિપાલીબેન ધર્મેશ જાનીએ પોલીસને જણાવ્યું કે, તેમના દાગીના સુલતાનપુરામાં વર્ધમાન કો.બેંકના લોકરમાં મૂકેલા હતા. રક્ષા બંધન આવતી હોવાથી સોનાના દાગીના લોકરમાંથી કાઢવા 10 તારીખે તેઓ અને નાની બહેન બપોરે 3 વાગે સ્કૂટર લઇ બેંકમાં ગયાં હતાં. જ્યાં લોકરમાંથી દાગીના કાઢી સ્કૂટરની ડિકીમાં મૂક્યા હતા.

ત્યારબાદ તેઓ સુલતાનપુરામાં હનુમાન ડેરી પાસે પરાગ સ્ટોર નજીક સ્કૂટર પાર્ક કરી રાખડી ખરીદી 3-30 વાગે માતાના ઘેર ગયાં હતાં. જ્યાં તેમણે ડિકીમાં જોતાં સોનાના પેન્ડલ સાથેની મોતીની 8 ગ્રામની માળા, સોનાની પેન્ડલ સાથેની ચેઇન, બુટ્ટી, અન્ય એક સોનાની ચેઇન તથા સોનાનું કડું મળીને 86 હજારના દાગીનાની ચોરી કરી હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ આદરી હતી. પીસીબીની ટીમે ડભોઇ રોડ ઝેનિથ સ્કૂલ પાસેથી શાહિદ ઉર્ફે ભુરીયો ઝાકીર શેખ તથા અકરમ નુરમિયા શેખને ઝડપી સ્કૂટર અને સોનાની 3 ચેઇન મળીને 69 હજારની મતા કબજે કરી બંનેને વાડી પોલીસને સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...