• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In SSG The Doctor Will Be Able To View All The Reports Of The Lab On The Computer, The Modern Information System Has Been Activated.

સરળ સારવાર:SSGમાં લેબના તમામ રિપોર્ટ તબીબ કમ્પ્યૂટર પર જોઈ શકશે, આધુનિક ઇન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત કરાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે દર્દીઓને ટટળાવુ નહીં પડે, તાત્કાલિક સારવાર મળી શકશે

સયાજી હોસ્પિટલમાં હવે લેબોરેટરી ઇન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત થતાં હોસ્પિટલમાં આવેલી અલગ અલગ લેબોરેટરીને તમામ વોર્ડ સાથે LAN મારફતે જોડવામાં આવ્યા છે. જેનાથી હવે લેબોરેટરીના રિપોર્ટ રિયલ ટાઈમ જે તે વિભાગના તબીબને મળી જશે..હોસ્પિટલના વિવિધ વોર્ડને LAN થી જોડાતા કમ્પ્યુટરમાં તમામ ડેટા હોવાથી વોર્ડના વડા પોતાના વોર્ડ, તેમજ સિસ્ટમ મારફતે નોડલ કમ્પ્યુટર થકી સુપરિટેનડેન્ટ, RMO હોસ્પિટલમાં ચાલતી ગતિવિધિ પર સીધી નજર રાખી શકે. હાલમાં સયાજી હોસ્પિટલમાં 80 ટકા જેટલુ LAN થી જોડાણ થઈ ગયું છે તેમ મેડિકલ સુપરિટેનડેન્ટ ડો. રંજન ઐયરના જણાવ્યું હતું.

અદ્યતન કમ્પ્યૂટર લેબ શિક્ષણ ઉપરાંત સેમિનાર અને વર્કશોપ માટે પણ ઉપયોગી
એસ.એસ.જી. હોસ્પિટલમાં આવેલી બરોડા મેડિકલ કોલેજમાં રાજ્યની પ્રથમ અદ્યતન લેબનો પ્રારંભ કરાયો છે. બરોડા મેડિકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકરે જણાવ્યું કે ડો. ટી.વી. પટેલ લાઈબ્રેરી ડેવલપમેન્ટ ફંડમાંથી આશરે રૂ. ૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા 50 કમ્પ્યુટરથી સજ્જ અદ્યતન કમ્પ્યુટર લેબથી વિદ્યાર્થીઓ આંગળીના ટેરવા પર સાહિત્ય, જર્નલ, બુક વગેરે મેળવી શકશે. લેબની મદદથી વિદ્યાર્થીઓ સાથે પ્રાધ્યાપકો પણ ઓનલાઈન મિટિંગ, સેમિનાર, વર્કશોપમાં જોડાઈ શકશે.લેબના ઉદ્ઘાટન પ્રસંગે મેડિકલ સુપરિટેનડેન્ટ ડો. રંજન ઐયર, ઓર્થોપેડિકના વડા ડો. હેમંત માથુર, નોડલ ઓફિસર ડો. બેલીમ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...