તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:SSGમાં દર્દીના સ્વજનના ખિસ્સાં કાપતાં 2 ઝડપાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મારું પાકીટ પડી ગયું છે, તમને મળ્યું છે, કહીને ખિસ્સામાં હાથ નાખી 10 હજાર કાઢી લીધા હતા

ગત 25મી તારીખે સયાજી હોસ્પિટલમાં પિતાની કેન્સરની સારવાર માટેના રૂા. 10,500 સ્વજનના ખીસ્સામાં હાથ નાખી કાઢી લઈ ગઠિયાઓ ફરાર થયા હતા. જે ગુનામાં રાવપુરા પોલીસે બે ગઠિયાઓને ઝડપી લઈ તેમની પાસેથી રૂ. 52,500ની મત્તા જપ્ત કરી હતી. પોલીસની તપાસમાં શહેરના અલગ અલગ પોલીસ મથક રીઢા આરોપી ખુશનુંદ ખુશ મલેકે 11 ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગત તા. 25 ઓગષ્ટના રોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે નટુભાઇ પઢીયારે ફરીયાદ નોંધાવી હતી. નડિયાદના રહેવાસી નટુભાઈના પિતાને કેન્સરની બીમારી હોવાથી સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. દરમિયાન નટુભાઇના પિતાને લોહીનું જરૂર પડતાં તેઓ હોસ્પિટલની બ્લડ બેન્ક તરફ ચાલતા જઇ રહ્યા હતા. તે સમયે મોપેડ પર સવાર બે વ્યક્તિઓએ તેમની પાસે આવી મારું પાકીટ પડી ગયું છે, તમને મળ્યું છે ? તેમ પૂછતાં નટુભાઇએ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. જોકે બંને ગઠીયાઓએ બળજબરીથી તેમના ખિસ્સામાંથી હાથ નાખી તપાસ કરી ફરાર થયા હતા. નટુભાઈએ બંને ગયા પછી તપાસ કરતા પર્સમાંથી તેમણે મુકેલા રૂ. 10,500 ગાયબ જણાયા હતા.

બનાવની ફરિયાદ નોંધાતા રાવપુરા પોલીસે સયાજી હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફુટેજની ચકાસણી કરી ફતેગંજ રોડ પર નવરંગ એપાર્ટમેન્ટમાં રહેતા ખુશનુંદ ઉર્ફે ખુશ ઇકબાલ હુશેન મલેક અને અકોટા ગામમાં રહેતા દુનેદ ઉર્ફે મખ્ખી સઇદભાઇ શેખની ધરપકડ કરી છે. પોલીસે રોકડા રૂ. 15,500, એક મોપેડ અને બે મોબાઈલ મળી રૂ. 52,500ની મત્તા જપ્ત કરી હતી. પોલીસ પુછપરછમાં ખુશનુંદ ઉર્ફે ખુશ વિરુદ્ધ વડોદરા શહેરના રાવપુરા સહિત જુદા-જુદા પોલીસ સ્ટેશન તેમજ નડીયાદ ટાઉન મળી કુલ 11 ગુનાઓ નોંધાયા હોવાનું સપાટી પર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...