જૈસે થે:સાયન્સમાં ઓફલાઇન ઇન્ટરનલ બાદ એન્ડ સેમ ઓનલાઇન લેવાશે

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવેમ્બર-ડિસેમ્બરની તમામ પરીક્ષા ઓનલાઇન થશે
  • બહારના વિદ્યાર્થી ઓફલાઇન પરીક્ષા આપી શકે તેમ ના હોવાથી નિર્ણય

એમ.એસ.યુનિવર્સિટીમાં નવેમ્બર-ડિસેમ્બરમાં લેવાનારી તમામ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. સાયન્સ ફેકલ્ટીએ ઇન્ટરનલ પરીક્ષા ઓફલાઇન લીધા પછી એન્ડ સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઇન લેવી પડશેે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રહેવા માટે કોવિડ ગાઇડલાઇનના કારણે બહારના વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપી શકે તેમ ના હોવાથી નિર્ણય લેવાયો છે.યુનિવર્સિટીમાં દિવાળી પછીની સેકન્ડ હાફની પરીક્ષાઓ ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

એમએસસી અને બીએસસીની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. યુનિવર્સિટીની કોમર્સ, આર્ટસ, ટેકનોલોજી, સોશ્યલ વર્ક, લો, હોમ સાયન્સ, પોલીટેકનીક, પરર્ફોમીંગ આર્ટસ, એજયુકેશન સાયકોલોજી, ફાઇન આર્ટસ, ફાર્મસીમાં પ્રથમ અને બીજા સેમેસ્ટરની, એન્ડ સેમેસ્ટરની પરીક્ષ ઓનલાઇન લેવી પડશે.

આજથી કોમર્સમાં ઇન્ટરનલ પરીક્ષા શરૂ
યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી દ્વારા 25 નવેમ્બરથી એસવાય અને ટીવાયની ઈન્ટરનલ પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ છે. 1200 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહિ આપી શકે તે વિદ્યાર્થીનો એરિયર ટેસ્ટ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...