વિધાનસભા ચૂંટણીઓ 2022 હેઠળ વડોદરા શહેરી વિસ્તારમાં અનોખા સંયોગની નોખી ઘટના નોંધાઈ છે. જેમાં સયાજીગંજ વિધાનસભા બેઠકના વિજેતા ઉમેદવારને તેમની સાથે જ ઇજનેરી શિક્ષણ મેળવનારા ભૂતપૂર્વ સહાધ્યાયીએ ચૂંટણી તંત્રના સંચાલક અધિકારી તરીકે વિજેતાનું પ્રમાણપત્ર પ્રદાન કર્યું હતું.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગમાં રસાયણ ઇજનેરીનો અભ્યાસ કરી ચૂકેલા ગોપાલ બામણીયા હાલમાં ગુજરાત સરકારમાં અધિક કલેકટર છે. તેમની નિમણુંક મતગણના સમયે સયાજીગંજ બેઠકના ચૂંટણી અધિકારીના માર્ગદર્શક કાઉન્ટીંગ નોડલ તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આ શિક્ષણ સંસ્થામાં તેમની સાથે જે ઇજનેરી શિક્ષણ મેળવનારા સહાધ્યાયી અને વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયા આ બેઠકના ઉમેદવાર હતા.
મત ગણનાના અંતે વિજેતા ઉમેદવારને બેઠકના ચૂંટણી અધિકારી દ્વારા વિજયનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. તે પ્રમાણે વિજેતા કેયુર રોકડિયાને તેમના એક સમયના શિક્ષણ સહાધ્યાયી ગોપાલ બામણીયાએ, ચૂંટણી પંચના ઓબઝર્વર ગૌરીશંકર અને ચૂંટણી અધિકારી ગીતા દેસાઈ સાથે વિજેતાનું પ્રમાણપત્ર પ્રદાન કર્યું હતું. યોગાનુયોગ એ પણ છે કે પરાજિત ઉમેદવાર અમી રાવતે પણ આ શિક્ષણ સંસ્થામાં જ ઇજનેરીનો અભ્યાસ કર્યો છે. આમ,સયાજીગંજ બેઠકની ચૂંટણીમાં એક ખુબ જ અનોખો સંયોગ સર્જાયો હતો.
MSUમાં નેશનલ કમિશન ફોર વુમનના સયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં એક દિવસીય સેમિનારનું નેશનલ કમિશન ફોર વુમનના સયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું. જેમાં સેમિનાર ડાઇરેક્ટર તરીકે પ્રોફ.(ડો) ભાવના મેહતા, સેમિનાર કો ઓર્ડિનેટર તરીકે ડો. કવિતા સિંધવ , કીનોટ સ્પીકર તરીકે જેન્ડર ડિસેબીલીટી રેસોર્સ સેન્ટરના નીતા પંચાલ , સ્પેશિયલ ગેસ્ટ તરીકે મીસ.ગરિમા વ્યાસની હાજરી માં સેમિનારના પેટ્રોન અને ધ મહારાજા સયાજિરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.). વિજય કુમાર શ્રીવાસ્તવે દીપ પ્રગટાવી શરૂ કરાવ્યો હતો .
પોતાના પ્રાસંગિક વક્તવ્ય માં પ્રોફેસર (ડો.) વિજય કુમાર શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારની દિવ્યંગજનો માટેની વિશેષ પહેલને આવકરતા ધ મહારાજા સયાજિરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના દરેક વિભાગોમાં દિવ્યંગજનો સહેલાઈથી કોંટેક્ટ કરી શકે તે માટે નોર્મ્સ મુજબ રેમ્પ, લિફ્ટ અને ટોયલેટ ની સુવિધાથી સુસજ્જ કરવામાં આવ્યા છે. સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો માટે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની પણ જાણકારી આપી હતી. ટેક્નોલોજી ફેકલ્ટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા અંધ દિવ્યાંગો માટે વિશેષ મોબાઇલ એપ વિષે પણ માહિતી આપતા યુનિવર્સિટીનું દિવ્યંગજનો પ્રત્યેનું સમર્પણ ધ્યાને લાવવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.