પોલીસને પડકાર:સયાજીગંજ અને રાવપુરામાં એક જ રાતમાં 12 દુકાનનાં તાળાં તૂટ્યાં

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે એક સાથે 6 દુકાનોનાં તાળાં તૂટ્યાં હતાં. - Divya Bhaskar
રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે એક સાથે 6 દુકાનોનાં તાળાં તૂટ્યાં હતાં.
  • રાવપુરા પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર 6 દુકાનનાં તાળાં તોડી પોલીસને પડકાર
  • અેક જ દુકાનમાંથી માત્ર રૂ.1500 ચોરાતાં ફરિયાદ કરવાનું ટાળ્યું

રાવપુરા પોલીસ સ્ટેશનથી માંડ 200 મીટર દૂર કોઠી ચાર રસ્તા પાસે ગુરુવારના રોજ મોડી રાતે 6 દુકાનોનાં તાળાં તૂટ્યાં હતાં. જ્યારે સયાજીગંજ વિસ્તારમાં પણ 6 દુકાનોનાં તાળાં તૂટ્યાં હતાં. જોકે દુકાનોમાંથી કોઈ મોટી રકમ ચોરાઈ ન હોવાથી વેપારીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પોલીસ દ્વારા CCTV ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. કોઠી ચાર રસ્તા પાસે કાપડ, ફર્નિચર અને સ્પોર્ટસની 6 દુકાનોમાં ગુરૂવારે મોડી રાતે તસ્કરોએ તાળાં તોડી શટર ઊંચંુ કરીને ઘૂસ્યાં હતાં. તસ્કરોએ કાપડની દુકાનમાંથી રૂા.1500ની રકમ ચોરી હતી.

બીજી દુકાનોમાંથી કોઈ રોકડ કે વસ્તુ ચોરાઈ ન હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, 6 દુકાનોમાંથી 2 દુકાનો કારેલીબાગ, 1 દુકાન સયાજીગંજ અને બીજી દુકાનો રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. જોકે કોઈ વસ્તુ ચોરાઈ ન હોવાથી પોલીસ ફરિયાદ થઈ નથી.

કપડાના શો-રૂમના કર્મચારી કેતન ગોસ્વામીએ જણાવ્યું કે, તસ્કરો શટરનું તાળું તોડી પ્રવેશ્યા હતા. તસ્કરોએ દુકાનમાં પ્રવેશતાં પહેલાં દુકાનની બહાર લગાવેલા CCTVની દિશા બદલી નાખી છે. તસ્કરો ડ્રોઅરમાંથી રૂા.1500 રોકડ ચોરી કરી ગયા છે.આ ઉપરાંત સયાજીગંજમાં પણ 6 દુકાનોનાં તાળાં તૂટ્યાં હતાં.

તસ્કરોએ સીસીટીવીને નુકસાન પહોંચાડ્યું
તસ્કરોએ દુકાનની બહાર અને દુકાનની અંદર લગાવેલા CCTVને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, પોલીસે અન્ય દુકાનો અને આસપાસમાં લાગેલા CCTV ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યું છે. દુકાનોમાં કેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને 6 દુકાનોમાંથી કેટલાં મુદ્દામાલની ચોરી કરી ગયા તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...