વૃદ્ધની ઘાતકી હત્યા:વડોદરાના સાવલીમાં 4500 રૂપિયા વ્યાજના મુદ્દે વેપારીએ હત્યાનો પ્લાન ઘડ્યો, વૃદ્ધને સ્કૂટર પર સાથે લઇ જઇ ગળુ કાપી નાખ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યાજના રૂપિયા માગી અપશબ્દો કહેતાં વેપારીએ વૃદ્ધની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે - Divya Bhaskar
વ્યાજના રૂપિયા માગી અપશબ્દો કહેતાં વેપારીએ વૃદ્ધની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે
  • વ્યાજના રૂપિયા માગી અપશબ્દો કહેતાં વેપારીએ વૃદ્ધની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
  • સાવલીના કસરિયાપુરા ગામે 2 દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ખૂલ્યો
  • મચ્છી લેવાને બહાને સીમમાં લઇ જઇ છરીથી ગળું કાપ્યું, હત્યારાની ધરપકડ

વડોદરા જિલ્લાના સાવલીના કસરિયાપુરા ગામે 66 વર્ષીય વૃદ્ધની નિર્મમ હત્યા પ્રકરણનો ભેદ ઉકેલીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. રૂ.15 હજારના વ્યાજની માગણી કરી ગાળો આપતા નાણાં ધીરનાર વૃદ્ધની ઉઘરાણીથી તંગ આવી વેપારીએ ધારદાર છરી વડે ગળું કાપીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો. હત્યા કર્યાં પહેલા છેલ્લીવાર મૃતક હત્યારા સાથે CCTVમાં દેખાયો હતો.

CCTVના આધારે હત્યાનો ભેદ ઉકેલાયો
વડોદરા જિલ્લા એલસીબીના જણાવ્યા મુજબ કસરિયાપુરા ગામની સીમમાં 2 દિવસ અગાઉ 66 વર્ષીય વૃદ્ધની ધારદાર હથિયાર વડે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તપાસમાં લાશ પાસે મૃતકનું સ્કૂટર બિનવારસી મળી આવ્યું હતું. વડોદરા જિલ્લા પોલીસ વડાએ એલસીબી અને એસઓજીને તપાસ સોંપી હતી. બંને એજન્સીઓએ હત્યાની એમઓનું નિરીક્ષણ કરીને CCTV ફૂટેજ ચેક કર્યાં હતા અને ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

મૃતક ભૂપેન્દ્ર રાણા (ફાઇલ તસવીર)
મૃતક ભૂપેન્દ્ર રાણા (ફાઇલ તસવીર)

પોલીસ પૂછપરછમાં હત્યારો ભાંગી પડ્યો
ગોવિંદ રમેશ માળી ( રહે. દામજીના દેરા પાસે, સાવલી)ની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ચારેક માસ પહેલાં ભૂપેન્દ્ર રાણા પાસેથી વ્યાજે રૂ.15 હજાર લીધા હતા, જે અઢી માસ પછી પરત આપી દીધા હતા. તેના વ્યાજના રૂા.4500 લેવાના બાકી નીકળે છે તેમ કહી ભૂપેન્દ્ર રાણા માંગણી કરીને અપશબ્દો કહેતા હતા. જેથી 15 મેના રોજ સવારના સમયે દુકાન ઉપર ગયેલો, તે વખતે ભૂપેન્દ્ર રાણાએ વ્યાજના રૂપિયાની માગ કરી બિભત્સ ગાળો આપી હતી, જેથી લાગી આવતાં ગોવિંદ માળીએ ભૂપેન્દ્ર રાણાને મારી નાખવાની યોજના બનાવી હતી.

આરોપી ગોવિંદ રમેશ માળી
આરોપી ગોવિંદ રમેશ માળી

નદીના કોતરમાં લઇ જઇને હત્યા કરી
યોજના અનુસાર બપોરના સમયે મચ્છી લેવા માટે જવાનું કહી ભૂપેન્દ્ર રાણાને કરડ નદીના કોતરમાં કસરિયાપુરા ગામની સીમમાં બપોરના સમયે લઇ ગયો હતો અને રાણાને તેની દીકરી સાથે મોબાઈલ પર વાતચીત કરાવી ધારદાર છરી વડે ગળું કાપી હત્યા કરી હતી. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...