દારૂ પી દંગલ:સંખેડાના હાંડોદ ગામે નશામાં ચૂર યુવકે વીજ પોલ પર ચડી જઈ આખું ગામ માથે લીધું

વડોદરાએક મહિનો પહેલા
નશાની હાલતમાં વીજ પોલ ચડેલા યુવકને નીચે ઉતારવા ગામ લોકોએ ભારે મથામણ કરી હતી.
  • યુવકની ધમાલના પગલે જીઈબી અને પોલીસને બોલાવવી પડી

છોટાઉદપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં એક શખ્સ નશાની હાલતમાં વીજ પોલ પર ચડી ગયો હતો. જેથી ગામમાં દોડધામ મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ શખ્સે આખું ગામ માથે લેતા અંતે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

થાંભલા પર ચડી સ્ટન્ટ કરતો હોય તેમ યુવક વાયર પકડી બેસી રહ્યો હતો.
થાંભલા પર ચડી સ્ટન્ટ કરતો હોય તેમ યુવક વાયર પકડી બેસી રહ્યો હતો.

વીજ કંપનીના કર્મચારીઓ દોડી આવ્યાં
છોટાઉદપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં વીજ પોલ પર ચડી ગયેલા શખસે એક કલાક સુધી ગામ માથે લીધું હતું. સ્થાનિકોએ સમજાવવા છતાં શખસ માન્યો નહોતો અને તે વીજ પોલ પરથી નીચે ઉતરવા તૈયાર નહોતો.જેને પગલે હાંડોદ ગામના સરપંચ વિશાલ પટેલે પોલીસ અને જી.ઇ.બી.ને જાણ કરી હતી. જેથી સંખેડા પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો.

આખરે પોલીસ અને વીજ કંપનીના કર્મીઓ આવતાં યુવક નીચે ઉતર્યો હતો.
આખરે પોલીસ અને વીજ કંપનીના કર્મીઓ આવતાં યુવક નીચે ઉતર્યો હતો.

નશાની હાલતમાં પરાક્રમ કર્યાનું સામે આવ્યું
પોલીસ અને જી.ઇ.બી.ના કર્મચારીઓએ આવીને આ શખસને નીચે ઉતાર્યો હતો.વીજ પોલ પર ચડી ગયેલો શખસે નશો કરેલો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ શખસને સંખેડા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.