તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Ratanpur Village Of Vadodara, The Lover Of The Lover's Husband, Who Went To A Natural Need, Was Killed By His Lover, The Son Said: 'Mother Had A Love Affair For Two Years'

પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ:વડોદરાના રતનપુર ગામમાં કુદરતી હાજતે ગયેલા પ્રેમિકાના પતિની પ્રેમીએ હત્યા કરી, પુત્રએ કહ્યું: 'માતાના બે વર્ષથી પ્રેમ સંબંધ હતા'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિને દારૂ પીવાની આદત હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા
  • પુત્રએ માતાના પ્રેમી સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેર નજીક આવેલા રતનપુર ગામમાં પતિ- પત્ની ઓર વોના કિસ્સામાં કરૂણ અંજામ આવ્યો છે. કુદરતી હાજતે ગયેલા પ્રેમિકાના પતિને માર મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી નાસી છૂટ્યો હતો. આ મામલે વરણામા પોલીસે હત્યાનો ગુનો નોંધીને પ્રેમીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા
વડોદરા-ડભોઇ રોડ પર આવેલા રતનપુર ગામમાં રહેતા રમેશભાઇ જીવાભાઇ રાઠોડિયાના પત્ની મંગીબેનને છેલ્લા બે વર્ષથી ગામમાં જ રહેતા ભુપતભાઇ લક્ષ્મણભાઇ રાઠોડિયા સાથે પ્રેમ સંબંધ હતો. જેના કારણે પતિ રમેશભાઇ રાઠોડિયા અને પત્ની મંગીબેન વચ્ચે ખટરાગ થતો હતો. આ ઉપરાંત પતિ રમેશને દારૂ પીવાની ટેવ પણ હતી. જેના કારણે પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતાં હતા

પુત્રએ ફરિયાદમાં કહ્યું: મારી માતાના પ્રેમ સંબંધ હતા
મૃતક રમેશભાઇ રાઠોડિયાના પુત્ર કિરણ રાઠોડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ખાનગી કંપનીના પતરાના ગોડાઉનમાં કામ કરૂ છું. અમે ત્રણ ભાઇ બહેન છીએ. મારી માતાને છેલ્લા બે વર્ષથી અમારા રતનપુર ગામમાં રહેતા ભુપત રાઠોડિયા સાથે પ્રેમસંબંધ છે, તે હું જાણુ છું. જેને લઇને મારા માતા-પિતા વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતા. 3 મહિના પહેલા મારા પિતા સાથે ઝઘડો થતાં માતા આજવા રોડ સયાજીપુરા વુડાના મકાનમાં રહેતા મારા માસીને ત્યાં જતી રહી હતી. મારા પિતા દારૂ પીવાની ટેવ વાળા હતા.

પિતા સવાર સુધી ઘરે ન આવતા શોધખોળ શરૂ કરી
9 માર્ચના રોજ સવારે 9 વાગ્યે રતનપુર ગામની ભારતનગર સોસાયટી પાસે આવેલા પતરાના ગોડાઉનમાં નોકરી પર ગયો હતો. રાત્રે 9:30 વાગ્યે હું ઘરે પરત આવ્યો હતો અને જમવા બેઠો, ત્યારે મારા પિતા હાજર ન હોવાથી મારી દાદીને પૂછ્યું હતું કે, પિતા ક્યાં ગયા છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, બપોરના સમયે તારા પિતાની રતનપુરના નાળા પાસે ભૂપત રાઠોડિયા સાથે બોલાચાલી થઈ હતી અને ઝઘડો કરીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તારા પિતાને પેટના ભાગે વાગવાથી ઝાડા થઇ ગયા છે, જેથી કુદરતી હાજતે ગયા છે.

શોધખોળ કરતા ખેતરમાંથી મૃતદેહ મળ્યો
દાદી સાથે વાત કર્યાં બાદ હું સુઇ ગયો હતો અને બીજા દિવસે સવારે 7 વાગ્યે ઉઠ્યો ત્યારે પિતા દેખાયા નહોતા. અમે શોધખોળ કરતા અમારા ઘરની પાછળ લીમડાવાળા ખેતરમાં લીમડા નીચે મારા પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના નાક તથા મોઢામાંથી લોહી વહી રહ્યું હતું. અને હાથના ભાગે ફ્રેક્ચર જણાઈ આવ્યું હતું.

સિમેન્ટના થાંભલા ઉપર લોહીના ડાઘા મળી આવ્યા
ખેતરને ફેન્સિંગ કરવા માટે ઉપયોગમાં લીધેલા સિમેન્ટના થાંભલા ઉપર લોહીના ડાઘા મળી આવ્યા હતા. જેથી પુત્રએ માતા સાથે પ્રેમ સંબંધ ધરાવતા ભુપતભાઇ વિરૂદ્ધ શંકા ઉપજાવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને ભુપત રાઠોડિયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.