તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • In Order To Prevent The Transmission Of Corona In Vadodara, The Municipality Has Started An Awareness Campaign Through The Public Address System And Also Distributes Masks.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતિ અભિયાન:વડોદરામાં કોરોના સંક્રમણ અટકાવવા પાલિકા દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી જાગૃતિ અભિયાન શરૂ, માસ્કનું પણ વિતરણ કરે છે

વડોદરા6 દિવસ પહેલા
માસ્ક વગર જણાતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું
 • વોર્ડ ઓફિસર કહે છે કે, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

વડોદરા શહેરમાં ઘાતક અને બેકાબૂ બનેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે તમામ સરકારી એજન્સીઓ દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે, વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નં-9ની કચેરી દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી લોકોને જાગૃત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા લેવાયા
વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને પગલે મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર તમામ વોર્ડ ઓફિસો દ્વારા પોતાના વિસ્તારોમાં ખાસ કરીને ચાર રસ્તા તેમજ ગીચ વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. લોકોને પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી કોવિડ ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

માસ્ક વગર ફરતા લોકોને માસ્કનુ વિતરણ કરાયું
આજે પૂર્વ વિસ્તારમાં આવેલ વોર્ડ નં-9ની ઓફિસના વોર્ડ ઓફિસર રીતેશ સોલંકી તેમજ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા સરદાર એસ્ટેટ ચાર રસ્તા, ઉમા ચાર રસ્તા, મહાવીર ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા સહિતના ચાર રસ્તા ઉપર જઈને પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી કોરોનાની ગાઈડલાઈનનુ ચુસ્ત પાલન કરવા માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. સાથે તેમણે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત માસ્ક વગર જણાતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના સંક્રમણ ન થાય તે માટે સતત ચેકિંગ ચાલુ છે
વોર્ડ નં-9ના વોર્ડ ઓફિસર રીતેશ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમારા વોર્ડની ટીમો દ્વારા કોરોના સંક્રમણ ન થાય તે માટે સતત ચેકિંગ ચાલુ છે. ભીડ થાય તેવી દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલ ઉપર જઈને સંચાલકોને તાકીદ કરવામાં આવી રહી છે તેમજ જે લોકો માસ્ક વગર દેખાય છે તે લોકોને માસ્ક આપવામાં આવી રહ્યા છે.

પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી જાગૃતિ અભિયાન શરૂ કરાયું
પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી જાગૃતિ અભિયાન શરૂ કરાયું

વડોદરામાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર ઘાતક છે
તેમને વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, અનેક વાર સૂચના આપવા છતાં પણ જે લોકો કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વોર્ડ ઓફિસરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, વડોદરામાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર ઘાતક છે, ત્યારે લોકો સુરક્ષિત રહે તે માટે કોર્પોરેશન દ્વારા આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે. અને લોકો માસ્ક પહેરે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે જાગૃત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો