તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ઝૂમાં રીંછને ગરમીથી ઠંડક આપવા 91 દિવસમાં 13650 કિલો બરફ મૂકવો પડશે, પાલિકા ~1 લાખનો ખર્ચ કરશે

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હિમાચલ પ્રદેશના રીંછ ગરમી સહન કરી શકતા નથી : ગત વર્ષે ~95550નો ખર્ચ થયો હતો

કોરોના સંક્રમણની સ્થિતિમાં વડોદરાનું ઝુ સહેલાણીઓ માટે બંધ કરી દેવાયું છે પણ બારેય મહિના ઠંડકની જરૂર વાળા રીંછના પાંજરામાં હવે ઉનાળાની ગરમીના કારણે સતત 91 દિવસ સુધી દરરોજ 150 કિલો બરફનો વપરાશ કરવો પડશેે.હાલમાં ધીમા પગલે ઉનાળાની ગરમીનો વાવર શરૂ થઇ ગયો છે અને આગામી સપ્તાહે આ ગરમીનો પારો 40 ડિગ્રી વટાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.આ સંજોગોમાં,ઘરો અને ઓફિસમાં એસી ચાલુ થઈ ગયા છે ત્યારે કમાટીબાગ ઝુમાં આવેલા રીંછને સૌથી વધુ ઠંડક ની જરૂર પડતી હોય છે અને તેને માટે ઝુ વિભાગ તરફથી બરફની પાટ ખરીદીને તેના પિંજરા પાસે મૂકવામાં આવતી હોય છે.

ત્રણ વર્ષ પહેલા વર્ષ 2018 માં ૧૦૦ કિલોની બરફની પાટ દરરોજ મૂકવામાં આવતી હતી અને તે ટાણે રૂપિયા ત્રણ ના પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવતો હતો.ઉનાળામાં રીંછને ઠંડક આપવા માટે 6750 કિલો બરફ લેવામાં આવ્યો હતો અને તેના માટે રૂ.20250નો ખર્ચ થયો હતો.

જ્યારે વર્ષ 2019માં પ્રતિ કિલોના રૂ.4.75ના ભાવે 10920 કિલો બરફ ઉનાળામાં લેવામાં આવ્યો હતો અને તેનું રૂ.51870નું બિલ પાલિકાએ ચૂક્વ્યુ હતું.લોકડાઉન વર્ષ એવા 2020માં 1 કિલોના રૂ.7 ના ભાવે 13650 કિલો બરફ રીંછ માટે લેવામાં આવ્યો હતો અને તેનું રૂ 95550નું બિલ ચૂકવાયું હતું.નવા નાણાંકીય વર્ષ 2021-22 માટે ઝુ વિભાગે બરફ ખરીદવાની કવાયત કરી છે અને તેમાં રૂ.8 પ્રતિ કિલોના ભાવે 13650 કિલો બરફ ખરીદવાનો પ્રસ્તાવ મંજૂરી માટે મુકવામાં આવ્યો છે. દરરોજ 150 કિલો બરફ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ઝુને પહોંચતો કરવામાં આવશે અને 91 દિવસ સુધી આ કાર્યવાહી કરવાની હોવાથી કુલ ખર્ચ રૂ.1.09 લાખનો થશે કે જે ગત વર્ષ કરતા લગભગ રૂ. 13 હજાર વધુ થશે તેવો અંદાજ છે.હાલમાં નવું ઝુ બની રહ્યું છે અને રીડેવલપમેન્ટ બાદ નવા ક્લેવર સાથે સહેલાણીઓમાં આકર્ષણનો વધુ જમાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો