તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે 24 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે. નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમમાં સૌપ્રથમ મેચ જોવા માટે ચાહકો ઉત્સુક છે, ત્યારે ભારતીય ટીમના ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓના જુસ્સામાં વધારો કરવા વડોદરાના સહજ રંગોળી ગ્રુપની મહિલા કલાકારોએ મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે રમનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચનું પ્રદર્શન રંગોળીના માધ્યમથી કર્યું છે.
રંગોળીમાં ક્રિકેટરોની રંગોળી તૈયાર કરી છે
રંગોળીમાં મોટેરાનું સરદાર પટેલ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે અને તેની આસપાસ ભારત ટીમના કપ્તાન વિરાટ કોહલી, સ્પિન બોલર અક્ષર પટેલ, ચેતેશ્વર પૂજારા, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની રંગોળી પ્રદર્શિત કરી છે.
સહજ રંગોળી ગ્રુપ વર્ષ દરમિયાન વિવિધ થીમ પર રંગોળી પ્રદર્શન કરે છે
સહજ રંગોળી ગ્રુપની મહિલા કલાકાર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વિષયો પર થીમ બેઝડ રંગોળીનું પ્રદર્શન કરવામાં આવે છે. આ રંગોળી કુલ 6 મહિલા કલાકારો દ્વારા 300 કલાકની મહેનતથી 100થી 150 કિલો રંગનો ઉપયોગ કરી આશરે 30×20 ફૂટની તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી હેમા, જ્યોતિ, રચના, આકાંક્ષા અને ગૌતમી સહિત 6 મહિલાઓએ તૈયાર કરી છે અને હાલ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે આ રંગોળીનું પ્રદર્શન, સહજ રંગોળીના વોટસ એપ ગ્રુપ, ફેસ બુક, યુ ટ્યુબ, ટ્વીટર મારફતે સોશિયલ મીડિયાના પેજ પર કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.