તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:એક મહિનામાં કોરોનાથી 44 જૈન સાધુ-સાધ્વીજીઓ કાળધર્મ પામ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જંગમ મિલકત અને તીર્થ ગણાતા સાધુ- સાધ્વીજીની ઓચિંતી વિદાયથી સમગ્ર જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી
  • 44 સાધુ-સાધ્વીજી પૈકી પૂ.નેમીસુરીના સૌથી વધુ 6 સાધ્વીજી કાળધર્મ પામ્યા

છેલ્લા અેક મહિનામાં જૈન સમાજના 18 સમુદાયોના 44 થી વધુ સાધુ-સાધ્વીજીઓ કોરોનાના પગલે કાળધર્મ પામતા સમગ્ર જૈન સમાજ ઘેરા શોકની લાગણીમાં ડુબ્યો છે. કાળધર્મ પામેલા સાધુ-સાધ્વીજીમાં સૌથી વધુ પૂ.નેમીસુરીના 6 સાધ્વીજી અને પૂ.સાગરાનંદસૂરી મહારાજ સાહેબના સમુદાયના 4 સાધ્વીજીનો સમાવેશ થાય છે. વડોદરા શહેરના જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વડોદરામાં એપ્રિલ મહિનામાં જ આચાર્ય વિજય ધર્મસુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયનાં સાધ્વી શ્વિશ્વપ્રજ્ઞાશ્રીજીનાં શિષ્યા હેમકલાશ્રીજી મહારાજ સાહેબ 70 વર્ષની ઉંમરે વરણામા સ્થિત શ્રી નિલકમલ પાર્શ્વ પદ્માવતી જૈન તીર્થ ખાતે નવકાર મંત્રનો જાપ કરતા કાળધર્મ પામ્યાં હતાં.

કાળધર્મ પામેલા સાધુ-સાધ્વીજી

પૂ.સા.પ્રીતિસુધાશ્રીજી મ.

પૂ.સા.મહાપ્રજ્ઞાશ્રીજી મ.

પૂ.સા.ચંદ્રકીર્તિશ્રીજી મ.

પૂ. સંયમસાગરજી મ.

પૂ.સા. હેમકલાશ્રીજી મ.

પૂ.સા. ભવ્યપ્રભાશ્રીજી મ.

પૂ.સા. શીલપૂર્ણાશ્રીજી મ.

પૂ.સા. મોક્ષનંદાશ્રીજી મ.

પૂ.સા.ચારૂવ્રતાશ્રીજી મ.

પૂ.સા.જયમાલાશ્રીજી મ.

પૂ.સા.જયનંદીશ્રીજી મ.

પૂ.સા.પદ્મકીર્તિશ્રીજી મ.

પૂ.મુનિરાજ કનકચંદ્ર વિ.મ.

પૂ.સંયમચંદ્રસાગરજી મ.

પૂ.સા.રત્નયશાશ્રીજી મ.

પૂ.આ.નિરંજનસાગરસૂરિજી મ.

પૂ.આ.પ્રસન્નકીર્તિસાગરસૂરિજી મ.

પૂ.પંન્યાસ નિપુણચંદ્રવિ.મ.

પૂ.સા.સૂર્યયશાશ્રીજી મ.

પૂ.સા. સિધ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.

પૂ.સા.રત્નત્રયાશ્રીજી મ.

પૂ.સા.મુક્તિરત્નાશ્રીજી મ.

પૂ.મુનિ કુમુદચંદ્રસાગરજી મ.

પૂ.સા.રાજયશાશ્રીજી મ.

પૂ.સા.નિધાનરત્નાશ્રીજી મ.

પૂ.સા.સ્વયંપ્રભાશ્રીજી મ.

પૂ.સા.પ્રહર્ષિતાશ્રીજી મ.

પૂ.સા.યશેન્દ્રુપ્રભાશ્રીજી મ.

પૂ.ધર્મઘોષમુનિ

પૂ.સા.શુભોદયાશ્રીજી મ.

પૂ.સા.રાજહંસાશ્રીજી મ.

પૂ.સા.પુનિતયશાશ્રીજી મ.

પૂ.સા.પીયુષવર્ષાશ્રીજી મ.

પૂ.સા.રત્નત્રયાશ્રીજી મ.

પૂ.આ.અમૃતસાગરસૂરિ મ.

પૂ.સા.પીયુષપૂર્ણાશ્રીજી મ.

પૂ.સા.નંદિરત્નાશ્રીજી

પૂ.સા.રાજરત્નાશ્રીજી

પૂ.સા.પ્રસન્નપ્રભાશ્રીજી મ.

પૂ.સા.વિરાગદર્શનાશ્રીજી મ.

પૂ.સા.ઈન્દ્રપ્રભાશ્રીજી મ.

પૂ.સા.પ્રશાંતગુણાશ્રીજી મ.

પૂ.સા.તત્વગુણાશ્રીજી મ.

પૂ.સા.કુસુમલતાશ્રીજી મ.

​​​​​​​આ ઉપરાંત અન્ય એક જૈન સાધ્વીભગવંત અને વલ્લભસૂરી સમુદાયના નિધાનરત્નાશ્રીજી મ. પણ કોરોનાના પગલે જ કાળધર્મ પામ્યાં હતાં. તેમને વધુમાં જણાવ્યું હતું કે, ચૈત્ર મહિનો ખરેખર જૈન સમુદાય માટે શોક લઈને આવ્યો છે. 44થી વધુ જૈન સાધુ-સાધ્વી તથા આચાર્ય ભગવંતો કોરોનાના કારણે કાળધર્મ પામ્યા છે. ઉલ્લેખનિય છે કે,ભગવાન મહાવિર સ્વામીએ જૈન શાસનની સ્થાપના કરી અને ભગવાન જ્યારે સદેહે ન હોય ત્યારે સંપુર્ણ શાસન ચલાવવાની જવાબદારી સાધુ-સાધ્વીજીને આપી છે. જૈનોમાં સાધુ-સાધ્વીજીને જંગમ મિલકત અને તીર્થ ગણવામાં આવે છે.

18 સમુદાયના 35 સાધ્વીજી અને 9 સાધુ કાળધર્મ પામ્યાં

સમુદાય

કેટલા સાધુ સાધવી કાળધર્મ પામ્યા

પૂ.નેમિસૂરિ6 સાધ્વીજી
પૂ.વલ્લભસૂરિ

1 સાધ્વીજી,1 મુનીરાજ

પૂ.પ્રેમ-ભુવનભાનુસૂરિ

1 સાધ્વીજી, 1 સાધુ
પૂ.સાગરાનંદસૂરિ4 સાધ્વીજી
પૂ.કેસરસૂરિ3 સાધ્વીજી
પૂ.મોહનલાલજી1 સાધુ
પૂ.રામચંદ્રસૂરિ2 સાધ્વીજી
અચલગચ્છ1 સાધ્વીજી
પૂ. બુધ્ધિસાગરસૂરિ1 સાધ્વીજી, 2 સાધુ
પૂ.ડહેલાવાળા3 સાધ્વીજી
પૂ.ઓમકારસૂરિ1 સાધ્વીજી
પૂ.જિનેન્દ્રસૂરિ1 સાધ્વીજી
પૂ.સાગરાનંદસૂરિ5 સાધ્વીજી,2 સાધુ
પૂ.નીતિસૂરી1 સાધ્વીજી
વાગડ1 સાધ્વીજી
પૂ.ધર્મસૂરિ1 સાધ્વીજી
પૂ.બાપજી મ.2 સાધ્વીજી
ત્રિસ્તુતિક1 સાધ્વીજી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...