તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજન ઓડિટ:નવલખીમાં 20 કલાકમાં જ 42 ટન ઓક્સિજન આવતાં રાહતનો શ્વાસ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
રવિવારે OSD અને કલેક્ટર સહિત અધિકારીઓ જીએસએફસી ઓક્સિજન પ્લાન્ટ, સાવલી મોકસીની દેવનંદન ગેસ કંપની અને મંજૂસરની શક્તિ ગેસ એજન્સી, કરજણની આઇનોક્સ અને ગવાસદની એઇમ્સ ઓક્સિજન ખાતે પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. - Divya Bhaskar
રવિવારે OSD અને કલેક્ટર સહિત અધિકારીઓ જીએસએફસી ઓક્સિજન પ્લાન્ટ, સાવલી મોકસીની દેવનંદન ગેસ કંપની અને મંજૂસરની શક્તિ ગેસ એજન્સી, કરજણની આઇનોક્સ અને ગવાસદની એઇમ્સ ઓક્સિજન ખાતે પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.
 • ડો.વિનોદ રાવ, કલેક્ટર શાિલની અગ્રવાલનું 5 પ્લાન્ટમાં નિરીક્ષણ
 • 3 ટન વપરાશ વધ્યો, નંદ હોસ્પિટલે બે દર્દી શિફ્ટ કર્યાં

વડોદરામાં રવિવારે કોરોનાની સારવાર આપી રહેલા હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ 3 ટન વધીને 178 ટન પર પહોંચ્યો હતો. જોક નવલખી ખાતે 20 કલાકમાં 42 ટન ઓક્સિજન આવતાં હોસ્પિટલોને રાહત થઇ હતી. શનિવારે રાત્રે મેટ્રો હોસ્પિટલમાંથી 6 દર્દીને શિફ્ટ કર્યા બાદ રવિવારે નંદ હોસ્પિટલે ઓક્સિજનના કારણે 2 દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

વડોદરા શહેરમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની માંગ સતત વધી રહી છે. રવિવારે શહેરમાં 178 ટન ઓક્સિજનનો વપરાશ થયો હતો. જોકે શુક્રવારે આ વપરાશ 172 ટન અને શનિવારે 175 ટન થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બીજી તરફ નવલખી મેદાન ખાતે શરૂ કરાયેલા ફીલિંગ સ્ટેશનમાં શનિવારે ઓક્સિજનનું ટેન્કર સમયસર ન આવતાં કલાકો સુધી હોસ્પિટલમાં જથ્થો પહોંચ્યો ન હતો. જ્યારે છેલ્લા 20 કલાકમાં 42 ટન જેટલો જથ્થો આવતા હોસ્પિટલોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી દિવસોમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે યજ્ઞપુરુષ હોસ્પિટલ ખાતે રિફીલિંગ સ્ટેશન શરૂ કરાશે.

સ્વાસ્થ્ય હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા PSI વ્હારે આવ્યાં, 3 દર્દીને બીજે ખસેડ્યાં
શહેરમાં શુક્રવારે રાત્રે ગોત્રીની સ્વાસ્થ્ય હોસ્પિટલમાં ઓક્સિજન ખાલી થતા દોડધામ મચી હતી. કંટ્રોલરૂમમાં કાર્યરત ફુડ ઇન્સપેકટર અને વડુ પીએસઆઇ જે.પી. પઢિયારે મદદ કરી હોવાનું હોસ્પિટલના તબીબ દ્વારા જણાવાયું હતું. વહેલી સવારે GSFCમાંથી બે ટેંક ઓકસીજન મળતા આઇ.સી.યુ. અને ઓક્સિજન પર રહેલા 35 દર્દીઓનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. 3 દર્દીને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો