શહેરના નાગરવાડા વોર્ડ નંબર 8ની ઓફિસ પાસે આવેલા જૈમીન ઓટો ગેરેજ પર વડનું ઝાડ પડતાં ગેરેજ સહિત 3 મકાનો દબાયાં હતાં. સોમવારે સાંજે 6 વાગ્યાના અરસામાં વર્ષો જૂનો ઘેઘૂર વડલો પડવાને કારણે નાગરવાડામાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં દોડી આવેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ ઝાડ કાપવાની શરૂઆત કરતાં દબાયેલાં 5 વાહનો બહાર કાઢવામાં સફળતા મળી હતી.
જેમાં 4 બૂલેટ અને 1 પ્લેઝરનો સમાવેશ થાય છે. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જૈમીન માળીનું ગેરેજ અને તેમના જ ભાઈઓના મકાન એકસાથે આવેલાં છે, જેમાં રાજુભાઈ, રમેશભાઈ અને ગણપતભાઈના મકાન ઉપર ઝાડનો કેટલોક ભાગ પડ્યો હતો. જોકે કોઈને ઈજા કે મકાનને નુકસાન થયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.