હોબાળો:મુજમહુડામાં ચક્કર આવતાં યુવકનું માથું દીવાલ સાથે ભટકાયા બાદ મોત

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિવારે પોસ્ટમોર્ટમ નહિ કરવાની માગ કરતાં હોબાળો
  • સમજાવટ પછી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારતાં મામલો થાળે

મુજમહુડાના 26 વર્ષના યુવકને ચક્કર આવ્યા બાદ દિવાલમાં ભટકાતા તેનું મોત નીપજ્યું હતું. યુવકને એસ.એસ.જી હોસ્પિટલ લાવ્યા બાદ તેના પરિવારજનોએ કાયદેસરના પગલાં ભરવાની ના પાડતા સી.એમ.ઓએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડરૂમમાં મુકાવ્યો હતો. પોસ્ટમોર્ટમની કાર્યવાહીથી નારાજ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા મામલો ગુંચવાયો હતો.

મુજમહુડા વિસ્તારમાં આવેલા યોગેશ્વર ચોકમાં 26 વર્ષનો શુભમ રાજેશ પાટીલ રહેતો હતો. બુધવારે સાંજે શુભમને ચક્કર આવ્યા આવતા તે દીવાલ સાથે ભટકાયો હતો. જે બનાવમાં તેને માથામાં ઇજા પહોંચતા તેના પરિવારજનોએ બેભાન હાલતમાં શિવમને સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ શુભમને મૃત જાહેર કર્યો હતો.

ઘટના બાદ તેના પરિવારજનોએ કાયદેસરની કાર્યવાહી નહિ કરવાની જીદ પકડી હતી. પરંતુ ફરજ પર હાજર સી.એમ.ઓએ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તેમ જણાવી મૃતદેહને કોલ્ડરૂમમાં મુકાવ્યો હતો. જેથી નારાજ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા મામલો ગુંચવાયો હતો. અંતે સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...