ચૂંદડી અર્પણ:મુજપુરમાં આઠમે મહીસાગર માને 200 મીટર લાંબી ચૂંદડી અર્પણ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરાના મુજપૂર ગામ નજીક આવેલા ગંભીરા બ્રિજ પાસે મહીસાગર માતાના મંદિરે પ્રથમ વખત બંને પટ પર માતાજીને ચુંદડી ચઢાવવામાં આવી હતી. - Divya Bhaskar
પાદરાના મુજપૂર ગામ નજીક આવેલા ગંભીરા બ્રિજ પાસે મહીસાગર માતાના મંદિરે પ્રથમ વખત બંને પટ પર માતાજીને ચુંદડી ચઢાવવામાં આવી હતી.
  • ભક્તોએ એક પટથી બીજા પટ સુધી ચાલતા જઈ ચૂંદડી અર્પણ કરી

પાદરાના મુજપુર ગામ ખાતે આઠમના દિવસે ભક્તો દ્વારા મહિસાગર માતાજીને 200 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. ભક્તો હાથમાં ચૂંદડી પકડીને એક નદીના એક પટથી બીજા પટ સુધી ચાલતા જઈ માતાજીને ચૂંદડી અર્પણ કરી હતી. આ પ્રસંગે મુજપુર ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

મુજપુર ગામમાં આઠમના દિવસે સવારે 11 વાગે આ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય યજમાન તરીકે વડુ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર અને તેમનો પરિવાર હતો. ભક્તો માતાજીના નામનું સ્મરણ કરી તેમજ તેમની સ્તુતીનું ગાન કરતા કરતા હાથમાં ચુંદડી પકડીને એક પટ થી બીજા પટ સુધી પહોચ્યાં હતાં. જ્યારે નદીમાં સતત ફૂલો પણ અર્પણ કરવામાં આવી રહ્યાં હતાં.

માતાજીની ચૂંદડી અર્પણ કર્યા બાદ મહિસાગર માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે,આઠમના દિવસે માતાજીને ચૂંદડી અર્પણ કરવાનો અનેરો મહિમા રહેલો છે. માંઈ ભક્તો પોતાના કુળદેવી મંદિરે તેમજ નર્મદા અને મહિસાગર નદીને માતાજીનું સ્વરૂપ સમજીને ચૂંદડી અર્પણ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...