ભાજપના નેતાઅો અને સંસ્થાઅોને વનીકરણ માટે ફાળવાયેલા 46 પ્લોટ મામલે વિવાદ થતાં હવે પાલિકાઅે કબજો પરત લેવાનું અને નોટિસો ફટકારવાનું શરૂ કર્યું છે. જો કે અા કાર્યવાહીમાં નેતાઅોને બાકાત રખાયા છે. ત્યારે 2011માં ફાળવેલા સાંસદના લેડીઝ કલબમાં વૃક્ષારોપણના બદલે પેવર બ્લોક નખાયાનો વિવાદ ચગતા અાખરે કેટલાક બ્લોક કાઢીને વૃક્ષારોપણ શરૂ કરાયું છે.
જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, નાના છોડના બદલે સીધા મોટા 90 જેટલા ઝાડવા રોપી દેવાયા છે. આ વૃક્ષો કાશીદ અને રેઇન ટ્રીના અને દોઢ વર્ષ ઉછરેલા હોવાનું વૃક્ષોના જાણકારે જણાવ્યું હતું. આબાદ લેડીઝ કલબ અને મહિલા મોરચાના ઉપક્રમે વૃક્ષોરોપણ કરી વિવાદ શમાવવા પ્રયાસ કર્યો છે.
ગ્રીન બેલ્ટ માટેના પ્લોટ પર વનીકરણની જગ્યાએ બાંધકામ કરાયાનો ઘટસ્ફોટ થતાં પાલિકા દ્વારા આવા પ્લોટોને નોટિસ આપવામાં આવી રહી છે. વાઘોડિયા રોડ કૈલાસ સોસાયટી, ફાયર બ્રિગેડની સામેના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું ન હોવાનું બહાર આવતાં સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી. અત્યાર સુધી 19 પ્લોટને નોટિસ ફટકારાઈ છે, જ્યારે 5 પ્લોટનો કબ્જો લઈ લેવામાં આવ્યો છે.
અસામાજિકો તોડફોડ કરતા હોવાથી પેવર બ્લોક નાખ્યા
લેડીઝ કલબ 27 વર્ષ જૂની છે.મહિલા સશક્તિકરણના ભાગરૂપે સંસ્થા કાર્ય કરી રહી છે.સુરતના પૂરથી લઇને કોરોનાકાળમાં સંસ્થાની મહિલાઓએ સેવા કરી છે. આ પ્લોટનો ઉપયોગ રસીકરણમાં પણ થયો છે. આ પ્લોટ પાલિકાનો જ છે. અમે તેને સાચવ્યો છે. અસામાજિક તત્વો તોડફોડ કરતા હોવાથી પેવર બ્લોક નાખ્યા છે. પ્લોટ અંગે ખોટો વિવાદ ઉભો કરાઇ રહ્યો છે. > રંજનબહેન ભટ્ટ, સાંસદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.