વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:માંજલપુરમાં ટેમ્પો ફરી વળતા બાળકીને ગંભીર ઇજા, વારસિયામાં ચોરીના બે બનાવ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના માંજલપુર વિસ્તારમાં માતા સાથે ટુ-વ્હિલર પર જતી બાળકીને ટેમ્પોએ ટક્કર મારતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો વારસિયામાં ચોરીની બે ઘટનાઓ બની છે.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ મારૂતીનંદન સોસાયટીમાં રહેતા તૃપ્તીબેન કટારિયા ગત 28 જુલાઇના રોજ તેમની પુત્રી આર્યાને લઇને સ્કૂલથી ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન એક ટેમ્પો ચાલકે ટક્કર મારતા તૃપ્તીબેનને સામાન્ય ઇજાઓ થઇ હતી. જ્યારે આર્યાને ગંભીઇ ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક ચીમન સોલંકીએ દવાનો ખર્ચ આપવા કહ્યું હતું. જો કે ત્યાર બાદ હોસ્પિટલનો ખર્ચ ન ચુકવતા આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વારસિયામાં ટુ-વ્હિલરની ડિકીમાંથી દાગીનાની ચોરી
શહેરના વારસિયામાં આવેલ સરસ્વતી સોસાયટીમાં રહેતા મીરાબેન લાલવાણી ત્રણ દિવસ પહેલા સાંઇબાબાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેમના ટુ-વ્હિલરની ડિકીમાંથી સોનાની બે જોડી બુટ્ટી ચોરાઇ ગઇ હતી. આ મામલે પોલીસે ચોરી કરનાર ગની ઉર્ફે એરટેલ ઉસ્માનભાઇ શેખ (રહે. ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી, હાથીખાના વડોદરા) અને વસીમખાન યુસુફખાન પઠાણ (રહે. કાશમઆલા કબ્રસ્તાન નજીક, કારેલીબાગ,વડોદરા)ને ઝડપી લઇ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભર બપોરે ઘરમાંથી દાગીના ચોરાયા
શહેરના સંગમ ચાર રસ્તા પાસે સંગમ સોસાયટીમાં રહેતા પ્રશાંતકુમાર પંચોલી ગઇકાલ રવિવારે મિત્રને ત્યા વાસ્તુના પ્રસંગમાં ગયા હતા. દરમિયાન ઘરે પરત આવતા જોયું તો ઘરમાં સામાન વેરવિખેર હતો. ઘરના સભ્યોને પુછતા તેઓએ જણાવ્યું હતું કે પરિવારનો બપોરે ઉંઘી ગયો હતો ઘરમાં શું બન્યું તેની તેમને જાણ નથી. ઘરમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે બે તોલા સોનાની ચેઇન, વીંટી, રોકડ 35 હજાર સહિત કુલ 1 લાખ 12 હજારનો મુદ્દામાલ ચોરાઇ ગયા હતો.