તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લગ્ન કરીને ગૃહપ્રવેશ કર્યા બાદ દેવમંદિરે નવયુગલને પાણીમાં સિક્કો શોધવવાની રમત રમાડતા તો બધાએ જોયા હશે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં અનોખો રીતિરીવાજ છે. જે મુજબ વાસણમાં મુકેલા ચોખામાં નવયુગલે હાથ નાખવાનો, કન્યાના હાથમાં ચિઠ્ઠી આવે તો તે અશુભ ગણાય છે. વર્ષ પહેલા લગ્ન કરીને આવેલી નવવધુને ચોખામાંથી ચિઠ્ઠી મળતાં તેના માથે આભ તૂટી પડ્યું હતું. સાસરિયાએ તેને કમભાગી માની ત્રાસ આપવાનું શરૂ કરી દહેજની માગણી કરી હતી. આખરે પરિણીતાએ અભયમને જાણ કરતાં ટીમે પહોંચી જઇ પરિવારને સમજાવી સમાધાન કરાવ્યું હતું.
સાથે સાથે ફરી આવું કરશે તો ગુનો નોંધાશે તેવી ચીમકી આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સુકન્યા (નામ બદલ્યું છે) ના સામાજિક રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન થયા હતા. લગ્ન બાદ ગૃહ પ્રવેશ દરમિયાન જ્ઞાતિના રીવાજ પ્રમાણે ચિઠ્ઠી સંતાડવામાં આવી હતી. ચિઠ્ઠી ચોખામાં ચિઠ્ઠી સંતાડવામાં આવે અને વરવધુને ચોખામાં હાથ નાખી શોધવાનું જણાવવામાં આવે છે. રમતમાં કોના હાથ મા ચીઠી આવે છે તે ઉપર થી શુભ અશુભ નો કાલ્પનિક જાણકારી મેળવાય છે.
જેમાં સુકન્યાના હાથમાં ચોખા મુકેલી ચિઠ્ઠી આવી જતા મારા સાસુ અને નણંદ જોર જોર થી રડવા લાગ્યા હતા. અને કહ્યું હતું કે, તું કમભાગી છે, જેથી અમારા પરિવાર ને બહુ મોટુ નુકસાન થશે હવે પછી તારા પિયર માંથી અમારે ઘરે કોઈ આવવું જોઈએ નહીં. અને વધારે દહેજ લાવવા ફરમાન કરવામાં આવ્યું હતું. લગ્નનાં દિવસે સુકન્યા સાથે સાસરીવાળાના વર્તનથી તે ખુબ દુખી થઇ હતી.
કન્યાના પતિ જી આઈ ડી સી મા નોકરી કરે છ. અને સાસુની કાનભંભેરણીથી પતિ સુકન્યાને મારતો હતો. અને પિયરમાંથી દહેજ લઇને આવવા માટે દબાણ કરતો હતો. સાસરયાઓના ત્રાસથી સુકન્યાએ અભયમની મદદ માંગી હતી.અભયમ ટીમે સુકન્યાના સાસરીયાઓને સાચી સમજ આપતાં ભૂલ બદલ માફી માંગી હેરાનગતિ ન કરવા ખાત્રી આપી હતી.
રૂઢિચુસ્ત જડ માન્યતા સાચી હોતી નથી
અભયમની ટીમે સાસરિયાંને સમજાવી જણાવ્યું હતું કે, રૂઢિચુસ્ત જડ માન્યતા પ્રણાલી સાચી હોતી નથી અને આવી માનસિકતાથી પુત્ર અને વહુનો સંસાર ન બગાડવો જોઇએ. આ ઉપરાંત વહુને આ રીતે હેરાન કરવી, દહેજ લાવવા દબાણ કરવું તે ગુનો બને છે તેમ સમજાવી કડક તાકીદ પણ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.