તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રી અત્યાચાર:વડોદરામાં પતિને અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ હોવાથી પત્ની પર ત્રાસ ગુજારતો, પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અવાર નવાર કારણ વિના ઝઘડો કરી માર મારતા હતા

તારા બાપે દહેજમાં કશું આપ્યું નથી, બાઇક લાવવા માટે રૂપિયા 50 હજાર લઇ આવ, નહીં તો તલાક આપી દેવાની ધમકી આપનાર પતિ સહિત સાસરિયાઓ સામે પરિણીતાએ વડોદરામાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે પત્નીએ પતિને અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

દહેજ માટે પરિણીતાને ત્રાસ આપતા હતા
વડોદરા શહેરના અકોટા ગામમાં રહેતી મુસ્લિમ પરિણીતા સાઇદાબાનુ ( નામ બદલ્યું છે ) એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વર્ષ 2015 દરમિયાન સાઇદાબાનુના લગ્ન મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ મુસ્તકીમ ખાન પઠાણ (રહે એકતાનગર આજવા રોડ વડોદરા) સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ ઓરમાયું વર્તન દાખવવામાં હતા. સાસરીયાઓ જણાવતા હતા કે, તારા બાપે દહેજમાં કશું આપ્યું નથી બાઈક ખરીદવાની છે, પિયરમાંથી રૂપિયા 50 હજાર રૂપિયા લઇ આવ. આ ઉપરાંત સાસરિયાઓ અવાર નવાર કારણ વિના ઝઘડો કરી માર મારતા હતા.

પતિ તલાકની ધમકી આપી ઢોર માર મારતો હતો
આ અંગે સાઇદાબાનુએ અનેકવાર પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ વિરુદ્ધ અરજી પણ આપી છે. અરજીમાં તેણે પતિને અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ હોવાના આક્ષેપ કર્યો છે. જે અંગે પત્નીએ પૂછતા પતિ તલાકની ધમકી આપી ઢોર માર મારતો હતો. નણંદ પતિ અને સાસુને ચડામણી કરીને ત્રાસ અપાવતી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. પરિણીતા સાઇદાબાનુની ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.