તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:વડોદરામાં સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો, પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધ ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્નના બીજા દિવસે પતિએ પત્નીને કહ્યું હતું કેસ તું મને ગમતી નથી, દહેજ માટે પતિ તથા સાસુ સસરા ત્રાસ આપતા હતા

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતી પરણીતાએ દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી ફિનાઈલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તબિયત સ્વસ્થ બાદ પરણીતાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્ત્રી અત્યાચાર દહેજપ્રથા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પતિ કહેતો કે, તું મને ગમતી જ નથી અને મારે તારી સાથે લગ્ન કરવાના નહોતા
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ-2018 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ દર્શન દિલીપભાઈ સાધુ(રહે, માન સરોવર ફ્લેટ, છાણી, વડોદરા) સાથે થયા હતા.જોકે, છેલ્લા એક મહિનાથી મહિલા પોતાના પિયરમાં રહે છે. તેમણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્નના બીજા જ દિવસે પતિએ પત્નીને જણાવ્યું હતું કે, તું મને ગમતી જ નથી અને મારે તારી સાથે લગ્ન કરવાના ન હતા, પરંતુ, માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા છે અને અવારનવાર અહીંથી જતી રહે તારી સાથે ગમતું નથી તેમ કહી પતિ માનસિક ત્રાસ આપતો હતો.

સાસુ-સસરા મહિલાના ચારિત્ર્ય ઉપર શંકા રાખી અપશબ્દો બોલતા હતા
પતિને રોજ દારૂ પીવાની કુટેવ હોય તોછડું વર્તન કરતો હતો. તેને સહકાર આપતા સાસુ-સસરા મહિલાના ચારિત્ર્ય ઉપર શંકા રાખી અપશબ્દો બોલતા હતા અને જણાવતા હતા કે, તું તારી માતાના ઘરેથી કશું લાવી નથી અમે અમારા છોકરાને બીજે પરણાવ્યો હોત તો ઘણા રૂપિયા અને સોના-ચાંદી મળ્યા હોત. તેમ કહી ઝઘડો કરી દહેજની માગ કરીને અવારનવાર શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી પતિએ ઝઘડો કરીને તું મરી જા હવે મારી જિંદગીમાંથી જતી રહે તેવા શબ્દો ઉચ્ચારતા લાગી આવતા મહિલાએ ફિનાઈલ ગટગટાવતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...