સેલ્ફ મેરેજ છે પબ્લિસિટી સ્ટંટ!:એક અઠવાડિયામાં જ શમાના સોશિયલ મીડિયા પર 50% ફોલોઅર્સ વધ્યા, હોમપેજ પર પોસ્ટ મૂકીને રૂપિયા કમાવવાનું તરકટ?

વડોદરા18 દિવસ પહેલા
  • આ લગ્ન હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ માટે લાલબત્તી સમાન છેઃ ડો. જ્યોતિનાથ બાબા

વડોદરાની શમા બિંદુએ સેલ્ફ મેરેજ કરવાની જાહેરાત કરી, ત્યારે 2 જૂને તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ માત્ર 17 હજાર હતા, જોકે આજે 9 જૂને તેના ફોલોઅર્સની સંખ્યા વધીને 26 હજારને પાર કરી ગઇ છે. આમ, માત્ર એક અઠવાડિયામાં જ તેના ફોલોઅર્સની સંખ્યામાં 50% જેટલો વધારો થયો છે.

સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવાનું નાટક?
વડોદરાની શમા બિંદુએ પહેલા જ પોતાના સેલ્ફ મેરેજ કરવાની જાહેરાત કરી, પછી મીડિયાથી દૂરી બનાવીને ચૂપચાપ લગ્ન કરી લીધા. શમાના આ લગ્ન અનેક સવાલો ઊભા કરે છે. શું આ આખું શમાનું પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવાનું નાટક છે?, શું આ એક પબ્લિસિટી સ્ટંટ છે? શમાએ પોતાની જાત સાથે લગ્ન જ કરવા હતા તો ચૂપચાપ કેમ કર્યા, પોતે મીડિયાને જાણ કર્યા વિના પોતાની રીતે જાતે એકલા કેમ કરી ન નાખ્યા.

શમાને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાના રૂપિયા મળે છે
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતી મૂળ બિહારની શમા ડિજિટલ ક્રિએટર તરીકે કામ કરે છે, એટલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાના તેને રૂપિયા મળે છે, એટલે પોતાના ફોલોઅર્સ વધારીને વિવિધ કંપનીઓ અને પ્રોડક્ટની પોસ્ટ પોતાના હોમપેજ પર મૂકીને રૂપિયા કમાવા તેણે આવો સ્ટંટ કર્યો છે કે કેમ?

જગતની કોઈ સંસ્કૃતિમાં આ લગ્ન સ્વીકાર્ય નથી
વડોદરાના ડો. જ્યોતિનાથ બાબાએ જણાવ્યું હતું કે સોલો ગામી લગ્ન એ પબ્લિસિટી સ્ટંટ છે. આવા લગ્નને સમાજમાં કોઇ સ્થાન નથી. માત્ર હિન્દુ જ નહીં, જગતની કોઇ સંસ્કૃતિમાં આવા લગ્ન સ્વીકાર્ય નથી. આ લગ્ન આપણી સંસ્કૃતિ અને ધર્મ માટે લાલબત્તી સમાન છે. ભારતીય સંસ્કૃતિમાં 8 પ્રકારનાં લગ્નો જ માન્ય છે, એમાં આત્મવિવાહને કોઇ સ્થાન નથી.

2 જૂને શમાના સોશિયલ મીડિયા પર 17 હજાર ફોલોઅર્સ હતા, જે આજે 9 જૂને 26 હજારને પાર થઈ ગયા છે.
2 જૂને શમાના સોશિયલ મીડિયા પર 17 હજાર ફોલોઅર્સ હતા, જે આજે 9 જૂને 26 હજારને પાર થઈ ગયા છે.

આ માત્ર ને માત્ર પબ્લિસિટી સ્ટંટ છેઃ નીરજ જૈન
હિન્દુ અગ્રણી નીરજ જૈને જણાવ્યું હતું કે આ માત્ર ને માત્ર પબ્લિસિટી સ્ટંટ છે અને સિંગલ જીવવા માટે ઘણા બધા રસ્તા હોય છે. હિન્દુ સંસ્કૃતિ પર આવાં લગ્નોથી અસર થાય છે. સમાજે આવા લોકોને દૂર રાખવા જોઇએ.

સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાના શમાને રૂપિયા મળે છે
સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાના શમાને રૂપિયા મળે છે

શું છે સમગ્ર મામલો
વડોદરામાં રહેતી શમા બિંદુએ એક અઠવાડિયા પહેલાં પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો ધડાકો કરીને સૌ-કોઇને ચોંકાવી દીધા હતા. શમા બિંદુ મંદિરમાં લગ્ન કરવાની હતી, જેથી તેના મંદિરમાં લગ્ન સામે વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિતાબેન શુક્લએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ શમાએ પોતાના લગ્ન મંદિરમાં ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન શમાએ પોતાના ઘરની બહાર મીડિયાને નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું હતું. શમાએ આમ તો 11 જૂનના રોજ લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેને અચાનક જ 11 જૂન પહેલાં જ મીડિયાને જાણ કર્યા વિના જ ચૂપચાપ લગ્ન કરી લીધા હતા.

શમાએ મીડિયાથી દૂરી બનાવીને ચૂપચાપ લગ્ન કરી લીધા.
શમાએ મીડિયાથી દૂરી બનાવીને ચૂપચાપ લગ્ન કરી લીધા.
અન્ય સમાચારો પણ છે...