શારિરીક-માનસિક ત્રાસ:હાલોલમાં પતિને લગ્નેતર સંબંધ અંગે પૂછતાં પત્નીને કાઢી મૂકી, સંપન્ન ​​​​​​​પરીવારે પરિણીતાનાં તમામ ઘરેણાં લઇ લીધાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ ટેક્સથી બચવા પત્નીનું એકાઉન્ટ વાપરતો

હાલોલના સંપન્ન પરિવારમાં પરિણેલી સ્ત્રીએ દહેજ અને શારિરીક-માનસિક ત્રાસ બદલ પતિ-સાસરીયાઓ સામે મહિલા પોલીસમ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રેખા (નામ બદલેલ છે)ના લગ્ન વિજય સાથે હાલોલ ખાતે થયા હતા. 18 ફેબ્રુઆરી 2016ના રોજ રેખાની વિજય સાથે સગાઈ થયા બાદથી જ વિજયના ઘરેથી દેહજ માટે માંગણી થવા લાગી હતી. રેખાના સસરાએ લગ્ન પહેલા કાર માંગી હતી.

જો તે નહીં અપાય તો જાન નહીં આવે તેવી ધમકી આપી હતી. બદનામીના ડરે માંડ માંડ બંદોબસ્ત કરીને રેખાના પિતાએ દહેજમાં કાર આપી હતી. લગ્ન બાદ રેખાની સાસુએ તેને વિશ્વાસમાં લઈ તેનુ તમામ ધન અને દિકરાના જન્મ બાદ મળેલી ભેટ-સોગાદ પણ લઈ લીધી હતી. વિજયની હાલોલની GIDCમા ફેક્ટરીમાં કરોડો રૂપિયાનો વ્યવહાર થતો હોવાથી ટેક્સથી બચવા તે લાખો રૂપિયા રેખાના એકાઉન્ટમાં નાંખતો હતો.

લગ્ન બાદ પણ વિજયના અન્ય મહિલા સાથે સબંધ હતા. જેની જાણ રેખાને થતા તેણે વિજયને પૂછતા વિજયે માર મારી રેખા પર લગ્નેત્તર સંબધનો આરોપ લગાવી તેને અને દિકરાને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુક્યા હતા. જેથી રેખાએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...