• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Gujarat, Kejriwal Said In Vadodara, The Chief Minister Of Delhi, Traders In Gujarat Do Business Out Of Fear, We Will End The Red Raj.

વડોદરામાં કેજરીવાલ:દિલ્હીના CMએ કહ્યું- ગુજરાતમાં વેપારીઓ ડરી ડરીને વેપાર કરે છે, તેમને ડરવાની જરૂર નથી, રેડ રાજ ખતમ કરીશું

વડોદરા3 દિવસ પહેલા
કેજરીવાલ સાંજે વડોદરા એરપોર્ટ ઉપર આવતા કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
  • અમારી સરકાર આવશે તો ગુજરાતમાં વેપારીઓ નિર્ભય બનીને વેપાર કરશે
  • જેલમાં નાંખવાની રાજનિતી બંધ થશે તોજ દેશનો વિકાસ થશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે જામનગર બાદ શનિવારે સાંજે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મેં જામનગરના વેપારીઓ સાથે બેઠક કરી હતી. તેઓ ડરી ડરીને વેપાર કરી રહ્યા છે. પરંતુ, ગુજરાતના વેપારીઓને ડરવાની જરૂર નથી. અમારી સરકાર આવશે, તો વેપારીઓ નિર્ભય બનીને વેપાર કરી શકશો. ગુજરાતમાં હાલ જે રેડ રાજ છે તે પણ ખતમ કરી દઇશું.

વડોદરા એરપોર્ટ ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં પોતાનો પ્રચાર પ્રસારના પ્રયાસો મજબૂત કરી રહી છે. તેવામાં ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગર બાદ વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું વડોદરા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ આમ આદમી પાર્ટી જિંદાબાદના નારા લગાવી એરપોર્ટ ગજવી દીધું હતું. તેઓના સ્વાગત માટે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ ઇશુદાન ગઢવી, વડોદરા આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો આવી પહોંચ્યા હતા.

ગુજરાતમાં પણ વિનામૂલ્યે વીજળી બીલ આવતા થઇ જશે
એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કેજરીવાલે જામનગરના વેપારીઓ સાથે થયેલી વાતચીત અંગે કહ્યું હતું કે, વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર છે. અને તેમને કામ કરવામાં તકલીફ પડે છે. આપની સરકાર બનશે તો વેપારીઓને ભય વગર વેપાર કરવાનું વાતાવરણ મળશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વિનામૂલ્યે વીજળીના બિલ આવતા થશે. તેમણે ઉમેર્યું હતું કે, જેલમાં નાખવાની રાજનીતિ પણ બંધ થવી જોઈએ. જેલમાં નાંખવાની નીતિ બંધ કરવામાં નહીં આવે તો વિકાસ પણ રૂંધાઇ જશે.

અન્ય સમાચારો પણ છે...